સવારે ૭ઃ૫૫ ગણેશ સ્થાપનનાનું શુભ મુહૂર્ત કોરોના મહામારીના લીધે જાહેર ગણેશોત્સવ નહીં : ઘરમાં જ ગણેશજીની માટીનું મૂર્તિનું સ્થાપના 

વાંસદા, જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ ‘ગણેશ ચતુર્થી’ની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના પર્વ સાથે જ સોસાયટી-જાહેરમાં મંડપ, પંડાલમાં ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવતી હતી. પરંતુ પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે ભક્તોને ઘરે જ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું પડ્યું છે. ભગવાન ગણેશજીના સ્થાપન માટે શનિવારે બપોરે ૧૨ઃ૧૭થી બપોરે ૧ઃ૦૮ દરમિયાન અભિજીત મુહૂર્ત સ્થાપના થઇ શકે છે.

આજથી લઇને ૧ સપ્ટેમ્બર-મંગળવારે અનંત ચતુર્દશી સુધી ગણેશમય માહોલ જોવા મળશે. માત્ર શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘરે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી શકશે. સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવતી હોય છે. શાસ્ત્રવિદોના મતે એક ગુઢકથા અનુસાર ગણેશજીએ ક્રોધિત થઇ ગણેશ ચોથે ચંદ્રને શ્રાપ આપ્યો હતો અને ત્યારે જ એવી ઘોષણા કરી હતી કે ગણેશ ચોથના દિવસે જે કોઇ પણ ચંદ્રના દર્શન કરશે તેને કલંકદોષ લાગશે અને વર્ષ પર્યંતમાં કલંકનો સામનો કરવો પડશે. જેમાં કોઇપણ ખોટા પાપ-દોષ કે આરોપ લાગી શકે અને જીવન વિઘ્નો-સંકટથી ઘેરાઇ જાય. તેથી શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શનને અશુભ માનવામાં આવે છે. અલબત્ત, શાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાય અનુસાર જો દોષ લાગી જાય તો ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ વચ્ચે સંકલ્પ કરીને આ કલંકદોષમાંથી મુક્તિ મળે તેવા ભાવ સાથે ‘સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હતઃ સુકુમાર મા રોદીત્સવ હ્યોષ સ્યમંતકઃ’ ની માળા કરવી જોઇએ.
ગણેશજીની માટીની મૂર્તિ અને ઘરે દુદાળા દેવની સ્થાપનાને કોરોના મહામારીના સમયે જોઈ તો લોકોનો આ નિર્ણય ખરેખર આવકાર્યો છે. સામાન્ય રીતે દરેક વખતે ગણેશ ચતુર્થી અગાઉના દિવસે નાનાથી માંડીની વિશાળ કદની ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે ભારે ધસારો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ હોવાથી ગણેશ ચતુર્થી અગાઉના દિવસે આ માહોલ સિટીમાં ફિક્કો જોવા મળ્યો આ વખતે ગણેશજીની મૂર્તિ બનાવનારાઓને મોટો ફટકો પડયો છે.  કોરોનાને પગલે મોટાભાગના લોકો આ વખતે ઘરે જ ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાનું પસંદ કરી રહ્યા છે