ઉમરગામ : હાલમાં આપણે પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા વિષે ભલે મોટા મોટા કાર્યક્રમો કે સેમિનારો કરતા હોઈએ છીએ પણ બીજી બાજુ  પર્યાવરણને નુકશાન પોહ્ચાડવા પણ પાછા પડતા નથી એનો એક દાખલો આપણી સમક્ષ ઉમરગામના નારગોલના માછીવાડ, માંગેલવાડ, માલવણ બીચ ટારબોલથી પ્રદૂષિત બન્યો એ આપી શકાય

    નારગોલ સહિત કાંઠા વિસ્તારના ગામોના દરિયા કિનારે ભારતીના પાણીમાં ભેદી ઓઇલ વેસ્ટ મોટી માત્રામાં તણાંઇને કિનારે આવી જતા સ્થાનિક પ્રજા તેમજ પર્યાવરણવાદીઓમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ચૂક્યું છે. મોટા શહેરોમાં તો પ્રદુષણ વધ્યું જ છે સાથે સાથે આપણે ત્યાનું વેસ્ટેજ નદીઓ અને દરિયા પધરાવતા થયા છે જેથી આપણી ઇકો સિસ્ટમ આપણે જ બદલી રહ્યા છે.  આપણે આપણા મોજ શોક માટે પર્પયાવરણ પ્રદુષિત કરી રહ્યા છે પણ એ યાદ રાખવાની જરૂર છે કે એને ભોગવવાનું પણ આપણા ભાગે કે આપણી નવી પીઢી માટે જ આવવાનું છે

DIGITAL CAMERA

     દર વર્ષે ચોમાસામાં જુલાઇ માહિનામાં ઊંડા દરિયા તરફથી ઓઇલ વેસ્ટ જેને ટારબોલ તરીકે ઓળખાય છે એવું કાળું ઓઇલ દરિયાની ભરતીમાં મહારાષ્ટ્ર રાજ્યના કેળવે, દહાણુંથી ગુજરાતના ઉમરગામ તાલુકાના ગામોના દરિયા કિનારેથી છેક વલસાડના તિથલના દરિયા કિનારા સુધી આવતું હોય છે. ગત વર્ષે આ પ્રકારનું ઓઇલ વેસ્ટ જુલાય મહિનાના અંતે આવ્યું હતું જે આ વર્ષે ઓગષ્ટ અંતે થયું છે. એનાથી દરિયાઈ જીવસૃષ્ટિ પર ઘણી મોટી અસર પડે છે અને એની સાથે જોડીને જીવન જીવતા જનસમુદાય એનો શિકાર બનતો હોય છે

     બસ બહુ થયું હવે ! હવે તો નિર્ણય લેવો જ પડશે આપણે આપણા જીવન જીવવાની રીત બદલીશું, પર્યાવરણને પ્રદુષિત થતા બચાવીશું અને આવનાર નવી જનરેશનને એક સરસ પર્યાવરણની ભેટ આપીશું.