ગુજરાત સરાકરે ગત વર્ષે કુલ ૧૧૮ સરકારી માધ્યમિક શાળા શરુ કરવાનો નિર્ણય લીધો હતો. જે પૈકી ચાલુ વર્ષે ૬૭ સરકારી માધ્યમિક શાળાને તાત્કાલિક કામગીર કરવા માટે મંજુરી મળી ગઈ છે. આ માધ્યમિક શાળાની હજુ બિલ્ડીંગો  પણ બની નથી. ત્યાં જ ડીઈઓએ પ્રાથમિક શાળાની તાત્કાલિક ધોરણે કામગીરી શરુ કરવાનું સુચના જે-તે જીલ્લાના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

     ગુજરાત સરકારના પરીપત્ર અનુસાર જીલ્લાઓમાં ૫૫ માધ્યમિક શાળાઓ બિન આદિવાસી વિસ્તારોમાં શરુ થશે. જયારે આદિવાસી વિસ્તારોમાં માત્ર ૧૨ માધ્યમિક શાળાની મંજુરી આપવામાં આવી છે. જ્યાં શિક્ષણની વધુ જરૂર છે. જ્યાં શિક્ષણના માળખાગત સુવિધાની પણ અછત છે, તેવા વિસ્તોરો સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે  તેમ છતાં સરકારે આવા વિસ્તારોને શિક્ષણના સાધન સુવિધાથી વંચિત રાખવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે, જેનો અંદાજો પ્રગટ આંકડાકીય માહિતી પરથી લગાવી શકીએ છીએ.

    મળતી માહિતી મુજબ ૬૭ સ્કૂલો બિન આદિજાતિ વિસ્તાર હેઠળ ફાળવવામાં આવી છે. જેમાં અમદાવાદ અને મહેસાણા-૩-૩, પંચમહાલ,અરવલ્લી, ભરૃચ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં ૧-૧, જયારે ભવનાગર, દ્વારકા, અને ખેડામાં ૫-૫, બનાસકાંઠા અને કચ્છમાં અનુક્રમે ૬ અને ૭ અને સૌથી વધુ બોટાદ જિલ્લામાં ૧૧ શાળાઓ ફાળવાઈ છે. બીજી બાજુ આદિવાસી જીલ્લાઓ જેમાં છોટાઉદેપુર, દાહોદ, ડાંગમાં ૨-૨, પાટણમાં ૩, મહીસાગર, બનાસકાંઠા, પંચમહાલમાં ૧-૧  એમ કુલ ૧૨ માધ્યમિક શાળાઓ ફાળવવામાં આવી છે. અહીના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓનું જ બાંધકામ ચાલુ છે. ત્યારે એવી શાળામાં અભ્યાસ કેવી રીતે શરુ કરી  શકાય તે અંગેની મુઝવણ છે. સરકારે આવી અનેક બાબતોને  ખુબજ ધ્યાનમાં રાખી આ અંગે વિચારવિમર્શ  કરી યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે.