વાંસદા: તા.૭ આસો સુદ એકમથી નવરાત્રી પર્વના પ્રારંભ થતો હોય છે. જેના પગલે ગરબાના આયોજકો તેમજ વિવિધ મંડળો દ્વારા ગરબાના આયોજન કરવામાં આવતા હોય છે. જેના કારણે વર્ષોથી શેરી ગરબા ખતમ થવા તરફ છે ત્યારે આ વખતે કોરોનાની મહામારીના કારણે લોકડાઉન તથા નીતીનીયમો ના પગલે ખોવાયેલા શેરી ગરબા પુનઃ શરૂ થાય તેવી શકયતા ગરબાના રસિયા જણાવી રહ્યા છે. જો કે આ વખતે અધિક આસો હોવાના કારણે નવરાત્રીને હજુ ચાલીસ દિવસ જેટલો સમય બાકી છે.

     મળતી માહિતી અનુસાર રાસ-ગરબા અને તેમાં પણ આસોસુદ એકમથી નવરાત્રીના પ્રારંભ સાથે જ ગરબાના શહેરોમાં આયોજનો થતા હોય છે. જેનું સ્થાનિક યુવાધન પણ રાહ જાતુ હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે લોકડાઉન તથા નીતી-નિયમોના કારણે શહેરોના વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા થનાર ગરબાના આયોજનો પર રોક લાગવા પામશે તેવી શકયતા વચ્ચે પણ તાજેતરમાં ગરબાના આયોજકો દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે અને સરકાર આ અંગે વિચારણીય છે. ત્યારે ગરબાનું શહેરોમાં થતું વ્યાપારીકરણ પર આ વખતે કોરોનાનું ગ્રહણ લાગવા પામ્યું છે. આ કારણે શેરી ગરબા યોજાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. તાજેતરમાં અનલોક પાંચ દરમિયાન સરકાર દ્વાર જાહેર ધાર્મિક કાર્યક્રમોની છુટ આપવા સાથે વધુમાં વધુ ૧૦૦ વ્યકિતઓ જાડાઈ શકે છે. આ મુજબ જોઈએ તો શેરી ગરબા યોજાય તેવી શકયતા વધવા પામી છે.

      સ્થાનિક ક્ષેત્રમાં વર્ષોથી શેરી ગરબાએ નવરાત્રીનું મહાત્મ્ય જળવાયું હતું. પરંતુ ગરબાના નામે આયોજકો દ્વારા તેનું વ્યાપારીકરણ કરી ગરબા આયોજન હેઠળ ધીકતી કમાણીના ખેલ રચતા. તેથી શેરી ગરબા ખતમ થઈ જવા પામ્યા હતા. પરંતુ આ વર્ષે નવરાત્રી દરમિયાન કોરોનાના કારણે ભૂલાયેલા શેરી ગરબા કદાચ યોજાય તેવી શકયતા જોવા મળે છે. જો કે હજુ અધિક આસો માસના કારણે નવરાત્રી પર્વને ચાલીસ દિવસનો સમયગાળો બાકી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ગરબાના આયોજન માટે વેપારીકરણના માર્ગ ખુલવા પામે તેવી શકયતાઓ પણ જોવામાં આવી રાખી છે.