ડોલવણ: આજે U.N. ઘોષિત ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમન્વય મંચ, ભારત અને આદિવાસી પંચના સહયોગ દ્વારા ભારતના સંવિધાન અનુચ્છેદ ૧૩ (૩) (ક), ૨૪૪ (૧) અને પાંચમી અનુસૂચીના વિસ્તારમાં UN દ્વારા જે વિશ્વના આદિવાસીઓ માટે ૪૬ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી તેના વિષે સ્થાનિક આદિવાસી સમુદાય માહિતગાર બને એવા ઉદેશ્ય સાથે “જાગૃતિ અભિયાન” સ્વરૂપે બાળકો, યુવાનો, વડીલો અને બહેનોની માનવ સાંકળ રચાઈ હતી.

    આ જાગૃતિ અભિયાન તાપી અને નવસારી જિલ્લામાં કોરોના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને વાલોડ થી બુહારી, બેડચીત, ડોલવણ, ઉનાઈ, વાંસદા થઈ ચીખલી સુધી રસ્તાની આજુ બાજુ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક માટે ૫૦-૫૦ મીટરના અંતરે આદિવાસી અધિકારાની જાગૃતિ માટે માનવ સાંકળ રચી પ્લેકાર્ડ સાથે આસપાસના ગામના હજારો લોકો સ્વયંભૂ સ્વેચ્છાએ જોડાયા હતા.

    આ માનવ સાંકળમાં જોડાયેલ લોકોએ પ્લેકાર્ડ દ્વારા આદિવાસીઓના પોતાના અધિકારો વિશે માહિતગાર થાય,અને પોતાના હક મેળવવા માટે અવાજ ઉઠાવી શકે અને પોતાના આદિવાસી વિસ્તારોમાં અમલીકરણ કરાવી શકે. આ માનવ સાંકળમાં જોડાયેલા યુવાનોએ કહ્યું કે વર્તમાનમાં છિનવાઈ જતા પોતાના અધિકારોને ગમે તે ભોગે મેળવવાના નિર્ણયથી કટિબદ્ધ બની ગયા છે