કહેવાય છે કે આપણા સમાજમાં રહતો જનસમુદાય એક એવી વસ્તુ છે જેને ૯૫ ટકા તો ના ન જ પાડી શકે ! શું હોય શકે ? બાળકો, પુરુષો,મહિલાઓ,અને વૃધ્ધો પણ જેના દિવાના છે એને જોયા પછી કે ખાધા પછી વ્યક્તિ એક અલગ પ્રકારની તૃપ્તિનો અહેસાસ કરે છે કોઈ ખાસ દિવસને સેલીબ્રેટ કરવો હોય, કોઈને ગીફ્ટ આપવી હોય કે પછી રૂઠેલાને મનાવવા માટે હોય જો આ વસ્તુ ના હોય તો મજા નથી આવતી. પોતાના મિત્ર કે સહેલીઓ જોડે સાથે બેસીને આ વસ્તુ ખાતા ખાતા એકબીજાની ખુશી વેહંચી શકાય છે ! હા તમે બિલકુલ સાચું સમજ્યા અમે વાત કરી રહ્યો છું આપણી મનપસંદ ચોકલેટની… દોસ્તો આજે ૧૩ સપ્ટેમ્બર એટલે ચોકલેટનો હેપ્પી બર્થડે છે તમને ખબર છે સાલ ૧૧૧૦ને ”ઈન્ટરનેશનલ ચોકલેટ ડે” તરીકે ઉજવામાં આવે છે

     પારિવારિક સંબધો થી લઈને અંગત સંબધો જોડવા અને જોડાયેલા રાખવામાં ચોકલેટ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે બાળકને ચહેરા પર હાસ્ય લાલવું હોય તો તે ચોકલેટ વગર શક્ય નથી. દરેક ચોકલેટ ચાહકોને ચોકલેટનો ઈતિહાસ જાણી નવાઈ લાગશે આજ થી ૪૦૦૦ વર્ષ પહેલા તેની શોધ થઇ હતી ચોકલેટ કોકોના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ સૌપ્રથમ અમેરિકામાંથી મળી આવ્યું હતું. અમેરિકાના સ્થાનિક લોકો વર્ષો કોકો સાથે મરી-મસાલોનું મિશ્રણ કરી ચોકલેટ બનાવતા હતાં. તેથી તેનો પહેલો સ્વાદ તીખો આવતો હોવાનું મનાય છે.

      થોડા સમયબાદ એક વૈજ્ઞાનિકે અનેક સંશોધન કરી એક સારી વાનગી બનાવી. તેની ઘાટુ સ્વરૂપ આપી તેનું નામ “કેડબરી મિલ્ક ચોકલેટ” આપ્યું હતું. આ રીતે દુનિયાની પ્રથમ ચોકલેટ. વર્તમાન સમયમાં ચોકલેટમાં સ્વાદ અને સાઈઝમાં અલગ-અલગ બદલાવ થયા છે જે બજારોમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.

      આજે તો ચોકલેટ વિષે અવનવી સ્પર્ધા યોજવામાં આવતા વિશ્વ વિક્રમો બની રહ્યા છે. સૌપ્રથમ આર્મીનિયા કંપની દ્વારા વિશ્વની સૌથી મોટી ચોકલેટ બારનું રેકોર્ડ હતો.પણ ગ્રાન્ડ કેન્ડી કંપની દ્વારા “સાદા ચોકલેટ” વિશ્વની સૌથી મોટી ચોકલેટ બની હતી. આ ચોકલેટની કિમત ૯૭૦૨ પાઉન્ડ છે અને તેનું વજન ૪૪૧૦ કિલો હતું. જેની નોંધ ગિનીસ રેકોર્ડ બુક કરવામાં આવી છે. આજે કોકોનું કાચા માલનું ૭૦ ઉત્પાદન આફ્રિકામાં થાય છે એટલે વિશ્વમાં વેચાતી ચોકલેટનો  પુરતો જથ્થો પાડવા માટે આપણા તરફથી THENK U એન્ડ HAPPY BRITH DAY લવલી ચોકલેટ.