કપરાડા: કપરાડા તાલુકાના 96 ગામોના સરપંચશ્રીઓ આગેવાનો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કપરાડાના નવા નાયબ ઈજનેર શ્રી વી.વી પટેલ સાહેબ સાથે કોમ્યુનિટી હોલ પર આજ રોજ શુભેચ્છા પાઠવવામાં આવી. સાથે સાથે વીજ પ્રશ્નોના નિરાકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી.

     આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાપી વેસ્ટ સબ ડિવિઝનમાંથી કપરાડા સબ ડિવિઝનમાં બદલી થઈને આવેલા નવા નાયબ ઈજનેર શ્રી વી વી પટેલ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગામોના સરપંચ, જિલ્લા, તાલુકા સદસ્યની ઉપસ્થિતિમાં કપરાડાના કોમ્યુનિટી હોલ ખાતે વીજળીને લગતા પ્રશ્નોનું નિરાકરણ તથા સરકારી યોજનાની રૂપરેખાની માહિતી આપી હતી. અને વીજ પ્રશ્નોના તત્કાલ નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી.

        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ભગવાન બાતરી, કપરાડાના સરપંચ કાંતાબેન ચંદર ગાયકવાડ તથા અન્ય  ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનોએ હાજરી નોંધાવી હતી. કપરાડાના આદિવાસી વિસ્તારોમાં કાયમ માટેના વીજ પ્રશ્નોના નિવારણ નું આશ્વાશન તો આપવામાં આવ્યું છે જોવાનું હવે એ રહશે કે વીજ કંપની પોતાના નિર્ણય પર કેટલી અડગ રહે છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here