વાંસદા : ગઈકાલે વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા 6 ગામના આદિજાતિ વિકાસ યોજના હેઠળ આવતા ખેડૂતોને સજીવ ખેતી અને પાકમાં પડતા જીવાત માટે દવા વિતરણ કરાઈ હતી. જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ખેડૂતોને આદિવાસી વિકાસ યોજના હેઠળ સજીવ ખેતી અને પાકમાં પડતા જીવાતથી બચવા 50 લાભાર્થીને દવા છાંટવાના બેટરીવાળા પંપ તથા મોટરવાળા પંખાનું ભાજપ ઉપપ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

      આ પ્રસંગે કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે નાના-મોટા ખેડૂતો માટે વિવિધ યોજના લાવી ખેડૂતો કઈ રીતે પગભર થાય તેની ચિંતા સરકારે કરી પાયાની યોજના અમલમાં મૂકી છે. ઘણા ખેડૂતોને યોજનાની ખબર નહીં હોય એટલે વંચિત રહે છે. દરેક ગામના સરપંચોએ વિવિધ યોજનાની જાણકારી લઈ ખેડૂતોને લાભ અપાવવો જોઈએ. આ યોજના માટે વન અને આદિજાતિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકર અને નવસારી જિલ્લા પ્રમુખ તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે સાથ આપ્યો હતો.

     ભીનાર ગામના ડે. સરપંચ ગુલાબભાઈ, જાગૃત નાગરિક બાબુભાઇ, સરપંચ વિનોદભાઈ, ડે. સરપંચ વિનુભાઈ ચઢાવના સરપંચ રોહિતભાઈ, હોલીપાડા સરપંચ રાજુભાઇ, જશવંતભાઈ સહિત વિવિધ ગામના ખેડૂતોએ હાજરી આપી હતી.