ચીખલી રેફરલ હોસ્પિટલ અને તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી એક જ કેમ્પસમાં કાર્યરત છે. ઉપરાંત આજ કેમ્પસમાં સીએચસીના મેડિકલ ઓફિસરો ઉપરાંત સ્ટાફના કવાટર્સ પણ છે. એક તરફ ગ્રામ પંચાયતનું વિશાળ શોપિંગ સેન્ટર છે. ત્યારે તાલુકાના આરોગ્ય ધામમાં દર્દીઓ ઉપરાંત સબંધીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીમાં માં-કાર્ડ જેવી કામગીરી માટે તથા જન ઔષધિ કેન્દ્રમાં પણ લોકો મોટા પાયે અવર-જવર રહેતી હોય છે.

       હોસ્પિટલના કેમ્પસની ખુલ્લી જગ્યામાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે મોટાપાયે પાણીનો ભરાવો રહે છે. પાણીના ભરાવાને કારણે મચ્છર સહિતના જીવતોનો પણ મોટાપાયે ઉપદ્રવ થાય છે. જેને લઈને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ ઉપરાંત સારવાર, નિદાન માટે આવતા દર્દીઓ તેમના સબંધીઓનું પણ આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

       સરકાર દ્વારા રોગચાળોને નિયંત્રણ રાખવા માટે સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ મચ્છર જેવા જીવાતોનો ઉપદ્રવ ન થાય તે માટે ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાતી હોય છે. માર્ગ મકાન કે પીઆઇયું દ્વારાએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ.

      ચીખલી રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દક્ષાબેન પટેલના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના કેમ્પસની ખુલ્લી જગ્યામાં પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે. પરંતુ કેટલાક વિસ્તારની જગ્યામાં ખાડો હોવાથી ૨૫-૩૦ જેટલી ટ્રક માટી પુરણની જરૂરિયાત છે. અને PIUના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે. ત્યારે ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ થઇ જશે. હવે લોકો એ જ નિર્ણય કરવો પડશે જેથી સરકારી તંત્ર કાર્યાત્મક પગલાં ઝડપથી ભરે.