શાળાને શિક્ષાનું પવિત્ર ધામ માનવામાં આવે છે. જ્યાં બાળકનું ભવિષ્યનું ઘડતર થાય છે. અને ગુરૂને તો માતા-પિતા કરતા પણ ઊંચ્ચો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીક વખત શિક્ષકો દ્વારા એવું વર્તન કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર શિક્ષણ તંત્રને શરમમાં મુકાવું પડે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની  સામે આવી છે. સરસ્વતીના ધામમાં સંસ્કારના પાઠ ભણાવતા આ શિક્ષકો જ શાળામાં નશાનું સેવન કરતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.

   મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ અને ઉપ શિક્ષક વીનેશ માછી કે જેવો શાળાના રૂમમાં દારૂનું સેવન કરી નશા મા ધૂત બન્યા હતા. આ બંને શિક્ષકોએ પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરતા તેઓ હોંશ હવાસ ખોઈ બેઠા હતા. એક શિક્ષક તો કલાસ રૂમમાં જ સુઈ ગયો હતો.

શિક્ષકો દારૂના નશામાં ધૂત થઈ શાળામાં જ પડ્યા છે, તેવી વાત ગામમાં ફેલાતા લોકો શાળાએ દોડી આવ્યા હતા, કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બંને શિક્ષકો નશામાં ધૂત છે, અને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. આ વીડિયોમાં એક શિક્ષક લથડીયા ખાતો સ્કૂલની બહાર જતો જોવા મળી રહ્યો છે, બીજો નશામાં ધુત શાળામાં સુઈ ગયો હતો. જોકે આ તમામ હરકતો ગામના લોકોએ મોબાઈલમા વિડીયો ઉતારી કેદ કરી હતી

   આ સમગ્ર ઘટનાના ફોટા-વીડિયો જિલ્લા વિકાસ અધિકારીને મોકલાતા તાત્કાલિક જ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીને શાળામાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ બાદ બંને શિક્ષકોને ફરજ મોકુફ કરવાનો આદેશ કર્યો છે  હુકમમાં જણાવ્યાનુસાર મુખ્ય શિક્ષક અજીતભાઇ પટેલ અને શિક્ષક વિનેશભાઇ માછી કેફી દ્રવ્યો,માંસાહારનું સેવન કરેલ છે.તેમજ બિનઅધિકૃત રીતે શાળામાં રાત્રી રોકાણ કરેલ છે. શિક્ષકો દ્વારા શિસ્ત ભંગ કરાયાનું જણાવ્યું હતું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here