દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરાતી ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપ તરફથી ગુરુવારે બ્લૉગ પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બિઝનેસ સેવા માટે કંપનીઓ પર ચાર્જ લગાવવાની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે હાલ વોટ્સએપના પાંચ કરોડથી વધારે બિઝનેસ યૂઝર્સ છે. જોકે, હાલ વોટ્સએપ તરફથી એવો ખુલાસો નથી કરવામાં આવ્યો કે તે આ માટે કેટલો ચાર્જ વસૂલ કરશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ તરફથી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સેવા લોંચ કરવામાં આવી હતી.

  વોટ્સએપ તરફથી પોતાના પાંચ કરોડ બિઝનેસ યૂઝર્સ માટે પે-ટૂ-મેસેજ વિકલ્પની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવતી અમુક સેવા માટે ચાર્જ લગાવવાની શરૂઆત કરી રહ્યા છીએ, જેનાથી અમે બે અબજથી વધારે ગ્રાહકોને એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વીડિયો અને વૉઇસ કોલિંગ જેવી સુવિધા આપી શકીએ.

  વોટ્સએપ તરફથી બિઝનેસ કરતા યૂઝર્સ માટે વોટ્સએપ બિઝનેસ નામની અલગ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એક એવું માર્કેટ છે જ્યાં લોકો ચેટના માધ્યમથી બિઝનેસ કરી શકે છે. આ પ્લેટફૉર્મમાં ઝડપથી સીધી ખરીદી કરવાનું નવું ફિચર મળશે. વોટ્સએપનું માનવું છે કે આ ફિચરથી નાના વેપારીઓને પોતાનો બિઝનેસ ઊભો કરવા માટે મદદ મળશે. કંપનીએ બિઝનેસ યૂઝર્સને આ નવા ફિચર માટે જાણકારી આપવાની શરૂઆત કરી દીધી છે.

  કંપનીએ કહ્યું છે કે બિઝનેસ અને ગ્રાહક બંનેની જાગૃતિ માટે કોઈ ખાસ કેસમાં તેમના ડેટાને ફેસબુક પર શેર કરવામાં આવશે. સાથે જ ફેસબુક હૉસ્ટિંગ સોલ્યૂશન માટે વધારાની ચૂકવણી કરવી પડશે. વોટ્સએપ યૂઝર્સને આપવામાં આવતી ફેસબુક હૉસ્ટિંગની સેવા એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે બિઝનેસ ગ્રાહકો વચ્ચેના મેસેજ અન્ય કોઈ વ્યક્તિ નહીં જોઈ શકે. કંપનીએ કહ્યું કે આ અંગે ખૂબ જ મનોમંથન કરી ચૂક્યા છીએ. અમે વોટ્સએપ બિઝનેસ કર્તાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા અને સુરક્ષાનું ધ્યાન રાખીશું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here