ભારતના ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાં પહેલી વખત સુનાવણીનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. અહીંયા હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલો કેસ છે. ગુજરાત હાઈકોર્ટે જાહેરાત કરી હતી કે, તે સોમવારથી મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની કોર્ટથી લાઈવ સ્ટ્રીમિંગની કાર્યવાહી શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતા વાળી ખંડપીઠની સમક્ષ કાર્યવાહીને યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો.

     આ પહેલા પોતાના જાહેરાતમાં હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, જનતાને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આયોજીત અદાલતોની સુનાવણી જોવા માટે મંજૂરી દેવી જોઈએ. જાહેરાતમાં નિરમા વિશ્વવિદ્યાલયના સ્કુલ ઓફ લોના વિદ્યાર્થી પૃથ્વીરાજ સિંહ ઝાલા દ્વારા એક જનહીતમાં અરજી કરવાના સંદર્ભમાં હતી. જેમાં અદાલતે ખુલ્લી અદાલતના સિદ્ધાંતો અને ન્યાય સુધી પહોંચવા માટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરવાનો આદેશ આપ્યો હતો.

હવે દેશમાં જયારે કોરોના મહામારીના કારણે બધુ જ ઓનલાઈન થઇ રહ્યું છે ત્યારે તેમાં હાઇકોર્ટ પણ બાકી રહ્યું નથી કોર્ટમાં પણ કેસોનું ઓનલાઈન નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે જેની શરૂવાત આજે ગુજરાત રાજ્યમાંથી થઇ ગઈ છે એમ કહી શકાય. હાઇકોર્ટના નિર્ણયો હવે લોકો લાઇવ પ્રસારણથી જાણી શકશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here