કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક શાકભાજી વેચનારને હેલમેટ વિના સ્કૂટર ચલાવવું ભારે પડી ગયું જ્યારે પોલીસે સ્કૂટરની કિંમત કરતાં પણ વધુ દંડ ફટકારતા યુવક ચોંકી ગયો. આ દંડ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘનને લઇને લગાવવામાં આવ્યો છે.

  અરૂણ કુમાર મડીવાલાના રહેવાસી છે તેમણે જણાવ્યું કે શુક્રવારે તેમને ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરવાના કારણે રોક્યા હતા. પરંતુ વ્યક્તિ જ્યારે બે મીટર લાંબું ચલણનો દંડ જોયો તો તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું. જેની કુલ રકમ 42,500 રૂપિયા હતું. અરૂણએ કહ્યું કે આ દંડ તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત કરતાં પણ વધુ છે.

  ત્યારે બીજી બાજુ મદીવાલા પોલીસના અનુસાર તે સમયે અરૂણ કુમાર 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેના લીધે હવે તેને કોર્ટમાં 42,500 રૂપિયા ચૂકવવા પડશે. પોલીસે તે સ્કૂટરને જપ્ત કરી લીધું છે. વિભાગ પાસેથી આ જવાબ મળ્યા બાદ અરૂણ કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને તેને કોર્ટમાં ચૂકવણી કરવા માટે થોડો સમય માંગ્યો છે.