દક્ષિણ ગુજરાતના સુરત શહેરને અડીને આવેલી તાપ્તી વેલી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. તાપ્તી વેલી સ્કુલ દ્વારા બે વિદ્યાર્થીઓને L.C આપી દેવામાં આવ્યા છે જેમાં અક્ષોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો શાળા છોડવાના પ્રમાણ પત્રમાં ફક્ત કારણ લખીને આપવાનું હોય છે પરંતુ શાળા દ્વારા નિયમોથી ઉપરવટ જઇને જે ભાષા લખીને છે તેનો વાલી અને વાલીમંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

     વાલીઓનું કેવું છે કે તેમના દ્વારા સ્કુલની ફી ભરી દેવામાં આવી છે જેમાં માત્ર વર્ષ ૨૦૧૯-૨૦ની ફક્ત ૭૭૫૦ રૂપિયા ફી બાકી બોલે છે માત્ર આટલી ફી બાકી હોવા છતાં બંને બાળકોના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં બાળક તેમની શાળાના સ્ટાન્ડર્ડનું ન હોવાનો ઉલ્લેખ કરાયો તો વાલી ને શાળા ફીના એક પ્રમાણપત્રમાં ૧,૨૩,૦૦૦ અને બીજા પ્રમાણપત્રમાં ૧,૩૯,૦૦૦ ના ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવેલ છે.

    સામાન્ય રીતે જોઈએ તો બાળકો અને તેમના વાલીનું આ રીતે અપમાન યોગ્ય ન ગણી શકાય આ સમગ્ર મામલે વાલી દ્વારા હાલમાં જીલ્લાના પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરને જાણકારી આપવામાં આવી હતી. અને તેમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જો કે આ અગાઉ પણ શાળા દ્વારા આ બંને બાળકોને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં પણ ધાંધિયા કર્યા હતા.

    મિડિયા સાથે વાત કરતા કરતા વાલીઓની આંખોમાંથી આંસુ છલકાય આવ્યા હતા તેમણે કહ્યું જો તેમને ન્યાય ન મળે તે તેઓ આત્મહત્યા પણ કરી લેશે કારણ કે શાળા દ્વારા જે તેમની બેઇજ્જતી કરવામાં આવી છે તે તેઓ સહન નથી કરી શકતા સમગ્ર મામલે હાલ જીલ્લાના પ્રાઇમરી શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલો સાંભળ્યો હતો અને તેઓ સ્કુલ પાસે શાળા છોડ્યાના પ્રમાણપત્રમા શા માટે આવા શબ્દો લખવામાં આવ્યા છે તેનો ખુલાસો માંગવામાં આવશે.

    શાળાનો ખુલાસો આવ્યા બાદ તેઓ સમગ્ર મામલે એક્શન લેશે એવી તેમના દ્વારા હાલ વાલીને શાંતિ ધરવાની આપીલ કરવામાં આવી છે. જો કે વાલી દ્વારા આ સમગ્ર મામલે બાળ આયોગમાં પણ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે. બાળ આયોગ જ આ મામલે પગલા ભરશે એવી હાલ વાલીને આશા છે

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here