રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 819 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૦૨૦ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૪,૫૯૬ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૦૯ ટકા થઇ ગયાની માહિતી મળી રહી છે.

      રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૧૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૭૮.૫૫ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૪,૬૮,૧૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૧,૪૮૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૦૧,૩૯૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૯૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી છે. રિકવરી રેટ ૯૧.૦૯ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

      રાજ્યમાં હાલ ૧૨,૩૪૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૮ છે. જ્યારે ૧૨૨૭૨ લોકો સ્ટેબલ છે. ૧,૬૪.૫૯૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૬૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, સુરત કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, ગાંધીનગર ૧ અને સાબરકાંઠાના ૧ દર્દી સહિત કુલ ૪ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાના રીપોર્ટ મળ્યા છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here