IPL 2020:  ક્વોલિફાયર-૨ એટલે કે એક રીતે સેમિફાઇનલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે રમશે. બંને ટીમની અહીં સુધી પહોંચવાની જર્ની એકદમ અલગ રહી છે. બંને ટીમ આજે પોતાની જીત માટે આજે બધા ખેલાડીઓ પોતાનું સર્વસ્વ આપવાની કોશિશ કરશે.

    દિલ્હી પ્રથમ ૯ માંથી ૭ મેચ જીત્યા પછી સતત ચાર મેચ હાર્યું. ત્યારબાદ બેંગલોરને અંતિમ લીગ મેચમાં હરાવી પ્લેઓફ ટોપ-૨માં સ્થાન બુક કર્યું, જેના લીધે જ તેમને આજે ફાઇનલમાં રમવાની બીજી તક મળી રહી છે. બીજીતરફ, હૈદરાબાદ પ્રથમ ૯ માંથી માત્ર ૭ મેચ જીતી હતી. જ્યારે હવે છેલ્લી ચાર મેચથી અપરાજિત છે! બંને ટીમનો તાજેતરનો દેખાવ જોતા હૈદરાબાદની ટીમ આ નોકઆઉટ મુકાબલામાં એકદમ સ્પષ્ટતા સાથે મેદાને ઉતરશે.

   અબુ ધાબી ખાતે IPLમાં રમાયેલી છેલ્લી 9માંથી 8 મેચ બીજી બેટિંગ કરનાર ટીમે જીતી છે. ઝાકળના લીધે બીજા દાવમાં બોલિંગ કરનાર ટીમ બોલને ગ્રીપ કરી શકતી નથી અને તેથી ચેઝિંગ ટીમને ફાયદો થાય છે. તેવામાં બંને ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું જ પસંદ કરશે.

દિલ્હી/ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ૧૧ કદાચ આવી હોય શકે. 

દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, હર્ષલ પટેલ, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે

હૈદરાબાદની પ્લેઇંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજ

    બંને ટીમની રણનીતિ અને ટીમના લીડર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ટીમના જીત માટે મહત્વના સાબિત થશે  બંને ટીમનું સપનું મુંબઈ સાથે ફાઈનલ મેચ રમી ટાઇટલ પોતાના નામે કરવવાનું છે. હવે જોવાનું એ છે કે કઈ ટીમ પોતાનું પ્રભુત્વ સાબિત કરવામાં સફળ રહે છે.