દિલ્લી: દેશના સૌથી મજબૂત પક્ષ ભાજપે રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની નવી ટિમ મેદાનમાં ઉતારી સંગઠનને હજુ પણ મજબૂત બનાવી કોંગ્રેસના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ કરવાનો વ્યૂહ ઘડયો છે. જેમાં ગુજરાતની પેટાચૂંટણી અને બિહાર વિધાનસભામાં સારા પ્રદર્શન બદલ ભુપેન્દ્ર યાદવને ફરી એક વખત ગુજરાત અને બિહારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય હાંસલ કરવા ફરી કૈલાશ વિજય વર્ગીયને રિપીટ કરવામાં આવ્યા છે.

શુક્રવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે રાજ્યના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. અંદમાન અને નિકોબારમાં પ્રભારી તરીકે સત્યાકુમાર, આંધ્રપ્રદેશમાં પ્રભારી તરીકે વી. મુરલીધરન, સહ પ્રભારી તરીકે સુનિલ દેવધર, અરુણાચલ પ્રદેશમાં પ્રભારી તરીકે દિલીપ સૈકીયા, અસામમાં પ્રભારી તરીકે બૈજયંત પાંડા, સહ પ્રભારી તરીકે પવન શર્મા, બિહારમાં પ્રભારી તરીકે ભપેન્દ્ર યાદવ, સહ પ્રભારી તરીકે હરીશ દ્વિવેદી અને અનુપમ હાજરા, ચંદીગઢમાં પ્રભારી તરીકે દુષ્યંતકુમાર ગૌતમ, છતીશગઢમાં પ્રભારી તરીકે ડી. પૂરંદેશ્વરી, સહપ્રભારી તરીકે નીતિન નવીન, દમણ-દિવ-દાદરા નગર હવેલીમાં પ્રભારી તરીકે વિજયા રહાટકર, દિલ્લીમાં પ્રભારી તરીકે બૈજયંત પાંડા, સહપ્રભારી તરીકે ડો. અલકા ગુર્જર, ગોવામાં પ્રભારી તરીકે સી.ટી.રવિ પસંદગી કરી છે.

ગુજરાત રાજ્યમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવ, સહપ્રભારી તરીકે સુધીર ગુપ્તા, હરિયાણામાં પ્રભારી તરીકે વિનોદ તાવડે, સહપ્રભારી તરીકે અન્નપૂર્ણાદેવી, હિમાચલ પ્રદેશમાં પ્રભારી તરીકે અવિનાશરાય ખન્ના, સહપ્રભારી તરીકે સંજય ટંડન, જમ્મુ કશ્મીરમાં પ્રભારી તરીકે તરુણ ચુગ, સહપ્રભારી તરીકે આશિષ સુદ, ઝારખંડમાં પ્રભારી તરીકે દિલીપ સૈકિયા, સહપ્રભારી તરીકે ડો. સુભાષ સરકાર, કેરલમાં પ્રભારી તરીકે સી.પી.રાધાકૃષ્ણન, સહપ્રભારી તરીકે સુનિલ કુમાર, લદાખમાં પ્રભારી તરીકે તરુણ ચુગ, લક્ષદીપમાં પ્રભારી તરીકે અબ્દુલ્લાકુટ્ટી, મધ્યપ્રદેશમાં પ્રભારી તરીકે પી. મુરલીધર રાવ, સહપ્રભારી તરીકે પંકજા મૂંડે, વિશ્વેશ્વર ટુડુ, મહારાષ્ટ્રમાં પ્રભારી તરીકે સી.ટી. રવિ અને સહપ્રભારી તરીકે ઓમપ્રકાશ ધુવે તથા જયભાનસિંહ પવૈયાની વરણી કરવામાં આવી છે.

કૈલાશ વિજય વર્ગીએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત અપાવી હતી. કૈલાશ વિજય વર્ગીયના પ્રભારી રહેતા ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ૧૮ સીટો પર જીત મેળવી હતી. તો પશ્ચિંમ બંગાળમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ફરી એક વખત તેમને પશ્ચિમ બંગાળના પ્રભારી બન્યા છે.

ભાજપના પૂર્વ મહાસચિવ રાનમ માધવને કોઇ પણ પ્રદેશના પ્રભારીની જવાબદારી આપવામાં આવી નથી. પહેલા તેમની પાસે મણિપુર અને  જમ્મુ કાશ્મીરની જવાબદારી હતી. આ સિવાય મહાસચિવ અનિલ જૈનને અને સરોજ પાંડેયને પણ કોઇ જવાબદારી સોંપવામાં આવી નથી. તો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને મણિપુરના પ્રભારી બનાવાયા છે. મહાસચિવ મુરલીધર રાવને મઘ્યપ્રદેશની નિમણુંક કરવામાં આવી છે.