મનાલી: વિશ્વભરમાં જેમ ભારતમાંથી પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. હિમાચલ પ્રદેશના લાહૌલ વાદીનું એક આખું ગામ જે કોરોના સંક્રમિત થયું છે. બાદમાં હિમાચલ પ્રદેશમાં સામુદાયિક સંક્રમણની ચર્ચાઓ થવા લાગી છે. જો કે લાહૌલ ઘાટીથી થોરાંગ ગામના તમામ લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. એટલે કે લાહૌલમાં સ્થિતિ ખુબ જ ગંભીર થઈ રહી છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં પહેલાના ૨-૩ મહિના સુધી કોરોનાનો એક પણ કેસ ન હતો, પરંતુ આ સમયે સ્થિતિ બેકાબૂ થઈ ગઇ છે. કોરોના મહામારીની શરૂઆતી દોરમાં હિમાચલ પ્રદેશ થોડા દિવસ તો બચી રહ્યું પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ ઝડપથી વધતા કેસ અને જે રીતે આ ગામ સંપૂર્ણ કોરોના સંક્રમિત થયું તેમાં પણ ઠંડીની શરૂઆતમાં તંત્રની મુશ્કેલીઓ વધારી દીધી જણાય રહી છે.

જિલ્લાના સ્થાનિક આ ગામમાં ૫૨ વર્ષીય શખ્સે અહીં જોયું કે જો સંપૂર્ણ ઇમાનદારીથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે. ૫૨ વર્ષના ભૂષણ ઠાકુર સંપૂર્ણ ગામમાં એક એવા વ્યક્તિ છે, જે કોરોના વાયરસના સંક્રમણથી દુર છે. જ્યારે ભૂષણની પત્ની અને આખો પરિવાર પણ કોરોના પોઝિટિવ બન્યો છે.

લાહૌલ ઘાટીથી થોરાંગ ગામના તમામ લોકો કોરોના પોઝિટિવને મળ્યા છે. આ પછી સામુદાયિક સંક્રમણની અટકળો મજબૂત થઈ રહી છે. ખરાબ સ્થિતિને જોતા તંત્રએ ટૂરિસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

  
Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here