સુરત: કોરોના મહામારી વચ્ચે પણ સુરતના સુરતી દ્વારા હાલમાં જ વિતેલી દિવાળી ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી પણ અહીંયા કોરોના ગાઈડ લાઇનનું પાલન નહીં કરવામાં આવતા હાલના દિવસમાં કોરોના સંક્રમણના કેસનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે જેના કારણે આજે સુરતનું તંત્ર સાબદુ બન્યું છે.

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર સુરતમાં આજે શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ ૨૩૯ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ૧૯૫ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૪૪ દર્દી સાથે કુલ દર્દી સંખ્યા ૪૦૬૩૨ પર પહોંચી છે જયારે આજે ૨ વ્યક્તિના કોરોનાથી મોત સાથે મરણ આંક ૯૯૦ પર પહોંચ્યો છે તેવામાં આજે ૧૯૯ દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

હાલમાં કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા ૨૩૯ દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં ૧૯૫ કેસ નોધાયા છે આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા ૨૯,૭૪૦ જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ ૪૪ કેસ સાથે દર્દી સંખ્યા ૧૦,૮૯૨ પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આજે કુલ દર્દી સંખ્યા ૪૦,૬૩૨ પર પહોંચી ગઈ છે તેવામાં આજે ૨ દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક ૧૦૩૫ થયો છે. જેમાંથી ૨૮૧ મૃત્યુ જિલ્લાના છે અને ૭૫૪ શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી ૧૬૩ જ્યારે જિલ્લામાં આજે ૩૬ દર્દીને રજા આપતા, કુલ ૧૯૯ દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૩૮,૨૭૧ નોંધવામાં આવી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here