મોસ્કો: કોરોનાકાળ વચ્ચે રશિયાના એક ગામમાં યોજાયેલી દારુની પાર્ટીમાં એક એવી ઘટના બની હતી જેના કારણે આખો દેશ હેરતમાં પડી ગયો છે. મળતી માહિતી પ્રમાણે રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં દારુની પાર્ટી ચાલી રહી હતી અને તેમાં ૯ લોકો સામેલ થયા હતા.પાર્ટીમાં દારુ ખુટી પડ્યો હતો અને એ પછી દારુના નશામાં લોકોએ સેનિટાઈઝર પીવા માંડયું હતુ. જેનુ પરિણામ એ આવ્યુ છે કે સાત લોકોના મોત નીપજ્યા હતા અને બાકીના બે વ્યક્તિ હાલમાં કોમામાં છે.

પાર્ટીમાં જે લોકોએ સેનિટાઈઝર પીધુ હતુ તેમાં ૬૯ ટકા મિથેનોલ હતો. જે જીવાણુઓને મારવા માટે વાપરવામાં આવતું હતું. મૃત્યુ પામનારા પૈકીના ૩ના મોત સ્થળ પર જ થયા હતા. બાકીના ૬ને એરક્રાફ્ટ મારફતે વધારે સારી હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યા હતા. બીજા ચાર લોકોને બચાવવામાં સફળતા મળી ન હતી. જ્યારે બાકીના બે વ્યક્તિઓ હજી પણ કોમામાં છે.

રશિયન સરકારે લોકોને અપીલ કરી છે કે, સેનિટાઈઝરને પીવાથી દુર રહેજો. આ તમારા માટે ઘાતક પૂરવાર થઈ શકે છે. આપણે જાણીએ છીએ. તેમ રશિયામાં અત્યાર સુધીમાં ૨૦ લાખ કોરોનાના કેસ થયા છે અને ૩૫૦૦૦ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્યારેક ક્યારેક નશામાં લીધેલા નિર્ણયો આપણા માટે ઘાતક પણ બની જતા હોય છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here