પોતાનામાં જયારે કશુંક કરી બતાવવાના અને દુનિયાને જીતવાના સપનાં ઘર કરી જાય છે ત્યારે તમને મંજિલ મેળવવા આગળ ઉભી થયેલી અડચણો તમને રોકી શક્તિ નથી અને આના ઉદાહરણો આ વિશ્વમાં ભર્યા પડયા છે આજે એક એવા જ સ્વપ્નશીલ યુવાની વાત કરવી છે જેને એકલવ્યની ભાતી પોતે જ એટલે કે સ્વ શિક્ષિત થઇ ચિત્રકલાના જગતમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવાના પથ પર પગલાં માંડી દીધા છે.

વાત છે ! ગુજરાતના વલસાડ જીલ્લાના ડુંગરી વિસ્તારના માલવણ ગામના યુવાન કશ્યપ ટંડેલની. મિડલક્લાસ પરિવારમાં જન્મેલા કશ્યપ જીવન સાધારણ રીતે આગળ ધપી રહ્યું હતું તેમણે પાસે મદદથી એક દુકાન ખોલી માંગી જેમાં તે પોતાની પેઇન્ટિંગ્સના પ્રયોગ કરતા આ દુકાન તેમની પ્રાયો શાળા બની ગઈ. તેઓ પહેલા એક મેડીકલ શોપ પર કામ કરતા હતા અને પોતાનો બચતો સમય પોતાના શોખ એટલે કે ચિત્રકલાના ચિત્રો દોરવામાં કાઢતા. પોતાની કારકિર્દીના ટર્નિગના સવાલ પૂછતા કશ્યપનું કહવું છે કે છે હું મારા શોખના કારણે ચિત્રો દોરતો એક સમયે મારું એક ચિત્ર મારા મિત્રએ મારી પાસેથી ૫૦૦ રૂપિયામાં ખરીદ્યું અને મારા ચિત્રનો પહેલો કદરદાન બન્યો મને પછીથી મારી આ વિશિષ્ઠ કળા વિષે મને વિચારશીલ બનાવ્યો અને મને ખ્યાલ આવ્યો કે મારે મારા ચિત્રકલાની આવડતને ઉત્કટને વ્યવસાયમાં રૂપાંતરિત કરવું જોઈએ.અને મેં શરૂવાત કરી દીધી.

કશ્યપ જણાવે છે કે કોલેજ છોડી દેવાને કારણે, મારી પાસે એક સમયે મર્યાદિત તકો હતી. તેના કારણે મેં મારા શોખને ને જ પ્રોફેશન બનાવવાનું વિચાર્યું અને મારા મમ્મી પપ્પા તરફથી પણ મને પુરતો સપોર્ટ મળ્યા આવા પોઝીટીવ વાતાવરણમાં હું પોતાના શોખને વ્યવસાયિકરૂપ આપવામાં સફળ રહ્યો.

૨૦૨૦ના વર્ષ દરમિયાન એટલે લોકડાઉનમાં કશ્યપે ૮૫ જેવા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને તેને ૩.૫૦ લાખ રૂપિયાથી વધુમાં વેચ્યા પણ છે. આજે પણ કશ્યપ પોતાની શોપ પર મળતા સમયનો ઉપયોગ પોતાના મનગમતા આર્ટ ચિત્રો દોરવામાં ગાળે છે.

કશ્યપનો જુસ્સો દિન-પ્રતિદિન આગળ ધપતો જાય છે પોતાના કામની કદર થતી હોઅના કરને એમના આત્મવિશ્વાસ  વધારો થઇ રહ્યો છે આજે તેમની પાસે ઘણા લોકો સ્કેચિંગ શીખવા માંગે છે. હાલમાં કશ્યપે વર્કશોપ યોજવાનું પણ ચાલુ કર્યું છે જેમાં પ્રદેશ સિવાય અલગ અલગ રાજ્યોના યુવાનો પંજાબ હરિયાણા યુપી અને એક તો વિદેશ ન્યુઝીલેન્ડથી પણ જોડાયા હોવાનું કશ્યપનું કહેવું છે. તેમને પોતાના વર્કશોપમાં ભાગ લેનારા ઘણા હવે તેમની કળા દ્વારા આજીવિકા મેળવી રહ્યા છે. તે એક અપાર સંતોષ માને છે

કશ્યપે આ લોકડાઉન દરમિયાન પોતાની વેબસાઇટ પર ડિજિટલ-કોર્સ શરૂ કર્યો હતો જ્યાં વિદ્યાર્થીઓ નોંધણી કરી શકે છે અને વ્યાવસાયિકોની જેમ સ્કેચ કેવી રીતે કરવું તે શીખી શકે છે તેની માહિતી આપવામાં આવી રહી છે. હાલમાં કશ્યપ સાથે 45 જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી પ્લેટફોર્મ પર જોડાયેલા છે. તેમણે ગુગલ વેબસાઈટ પર કોર્સ મોડ્યુલમાં ૬૦ થી વધારે વિડિઓ મુક્યા છે. જે લોકોને સ્કેચ શીખવામાં મદદરૂપ બને છે.

કશ્યપ પાસે હાલની પેઇન્ટિંગ્સ અને સ્કેચ એ બધી કસ્ટમાઇઝ કરેલી કૃતિઓ છે જે વિશ્વભરમાં મોકલે છે. કશ્યપ પોતાનું વર્ક હાલમાં શોપ પર અને તેના ઘરે પેઇન્ટ કરે છે. તેઓ કહે છે કે ક્યારેક ક્યારેક આર્ટ દરમિયાન ઘણા કલાકો તહી જાય છે. મને જેઆરડી ટાટાની પેઇન્ટિંગ દોરતી વખતે કશ્યપને કામ પૂરું કરવામાં દિવસના ૮-૯ કલાકના પ્રયત્નો સાથે ૯ દિવસનો સમય લાગ્યો હતો પણ એ આર્ટ મારા જીવનનું યાદગાર આર્ટ માનું એક છે .

પોતાને નસીબદાર કશ્યપ કહે છે કે તેમના સંઘર્ષમાં તેમના માતાપિતા હંમેશા સાથે ઉભા રહ્યા છે જો તેમણે આગળ વધવાની પ્રેરણા ન આપી હોત તો આજે મારું જીવનની દિશા અલગ હોત. કશ્યપનું સપનું છે કે જે આર્થિક સ્થિતિના કારણે પોતાના આર્ટને એક મંજિલ આપી નથી શકતા એવા આર્ટીસ્ટને એક પ્લેટફોર્મ મળી રહે અને જમીન પર એ ગુમનામ તારલા ન બની જાય અને તેઓને મંજિલ સુધી પોહ્ચાવાની તક મળે સાથે સાથે તેમની આવક પણ આ આ આર્ટ દ્વારા ઉભી થાય એ છે. કશ્યપના આ સપનાંને અને એના આ કાર્યસિધ્ધ કરવાના નિર્ણયને કુદરત તરફથી કેટલો સાથ અને લોકો તરફથી કેટલો જનમત મળે છે એ આવનારો સમય પર નિશ્ચિત છે.