હાલના સમયમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ૧૦માં દિવસે પણ સિંઘુ  બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ટીકરી, ચિલ્લા અને ગાજીપુર બોર્ડર પર પણ આંદોલનકારીઓ બ્યૂંગલ ફુંકી રહ્યાં છે. શનિવારના રોજ સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો બિમાર જોવા મળ્યાં.

સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહેલામાં ૩૦૦થી વધારે ખેડૂતોને તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળી રહ્યાં છે પરંતુ આ ખેડૂતોએ કોરોનાની તપાસ કરાવાને લઇને સ્પષ્ટ ના પાડી દીધી છે. ખેડૂતોએ જણાવ્યું કે તેના પાછળ તંત્રનો હેતુ અમને આ જગ્યા પરથી હટાવી દેવાનો છે. જો કે દિલ્લી સરકાર તરફથી ખેડૂતોના આરોગ્યની સાથે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે.

ખેડૂત હરબીર સિંહના જણાવ્યાં અનુસાર અંદાજે ૩૦૦ લોકો બિમાર છે. જેમાં સૌથી વધારે ખેડૂતોને તાવ સંબંધી ફરિયાદ છે જ્યારે કેટલાંક ઉધરસ અને શરદી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે ઠંડીમાં રહેવાના કારણે આવું થઇ રહ્યું છે, પરંતુ જો કે એક બીજી અટકળ એ પણ લગાવામાં આવી રહી છે કે તેઓને કોરોના પણ હોય શકે. પોલીસ-તંત્રના અધિકારીઓ દ્વારા તેઓને કોરોના તપાસ કરાવા અંગે જણાવામાં આવતા તેઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ખેડૂતોને ડર છે કે કદાચ કોરોના તપાસમાં ખોટો રિપોર્ટ લગાવીને તેઓને ૧૪ દિવસ માટે ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવશે. તેની પાછળ કેન્દ્ર સરકારનું ષડયંત્ર પણ હોય શકે છે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તપાસ કેન્દ્ર સરકાર નહીં દિલ્લી સરકાર કરાવી રહી છે. જેને લઇને ડરવાની કોઇ વાત નથી પરંતુ તેમ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવા ઇન્કાર કરી રહ્યાં છે.

ખેડૂતોની સેવા કરવા માટે દવાઓનું પણ લંગર લગાવામાં આવ્યું છે. ત્યાં પણ લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે ઉપાય બતાવામાં આવી રહ્યાં છે જો કે ત્યાં હાજર રહેલા ખેડૂતોમાં મોટા ભાગે કોઇ માસ્ક પહેરતા નથી અને બીજું સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરી રહ્યાં નથી. જેના કારણે આશંકા એ છે કે જો કોઇ કોરોના સંક્રમિત થઇ ગયું તો મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે. હવે આવનારો સમય જ બતાવશે કે આ આંદોલન વિષે કેન્દ્ર સરકાર કેટલો જલ્દી પોતાનો નિર્ણય જણાવશે. જેથી ખેડૂતો આંદોલન જલ્દીથી સમેટશે અને કોરોના સંક્રમણ રોકી શકાય.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here