પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના ગુજરાત પ્રવાસ પર ફરી એકવાર કૃષિ કાયદાના મુદ્દા પર વાત કરી છે. કચ્છમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, વિપક્ષી પાર્ટીઓ કિસાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો કે કૃષિ કાયદાને લઈને સરકાર દરેક શંકાનું સમાધાન કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, દિલ્હીની આસપાસ આજ કાલ કિસાનોને ડરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જો કોઈ તમારી સાથે દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેંસ લઈને ચાલ્યો જાય છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે, તેવી આઝાદી અમે કિસાનોને આપી રહ્યાં છીએ. ઘણા વર્ષોથી કિસાન સંગઠન તેની માંગ કરતા હતા, વિપક્ષ આજે કિસાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે પરંતુ પોતાની સરકારના સમયે આવી વાતો કરતા હતા.

પીએમ મોદીએ કહ્યુ કે, હું કિસાનોને કહી રહ્યો છું કે તેની દરેક શંકાના સમાધાન માટે સરકાર તૈયાર છે, કિસાનોનું હિત સરકારની પ્રાથમિકતા છે. અમે કિસાનોની આવક વધારવા નિર્ણયો લઈ રહ્યાં છીએ. દેશના દરેક ખુણાનો કિસાન નવા કાયદાની સાથે છે. જે લોકો ભ્રમ ફેલાવી રહ્યો છે અને રાજનીતિ કરી રહ્યો છે. કિસાનોના ખભે બંદૂકો રાખીને ચલાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ આજે કચ્છમાં શીખ કિસાનોના એક સમૂહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકાતમાં કિસાનોએ પીએમ મોદીની સામે પોતાના સ્થાનીક મુદ્દા ઉઠાવ્યા હતા.

ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈ કહ્યું કે, દિલ્હીમાં ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ ચાલે છે. તેઓને ડરાવવામા આવી રહ્યાં છે. હું તમને કહેવા માગું છુ કે, કોઈ ડેરીવાળો તમારી પ્રોપર્ટી લઈ જાય છે કે, આપણ દેશમાં ડેરીનું યોગદાન કૃષિ કરતા પણ વધુ છે. આ વ્યવસ્થામાં પશુપાલકોને આઝાદી મળી છે. આવી જ આઝાદી નાના ખેડૂતોને પણ મળની જોઈએ. હાલમાં થયેલા કૃષિ સુધારાની માંગ વર્ષોથી કરાઈ છે. આજે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરે છે. તેઓ પોતાના સરકારમાં આ કૃષિ સુધાના સમર્થનમાં હતા. આજે આ પગલુ ભર્યું, તો એ જ લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતોની દરેક સમસ્યાની સમાધાન માટે અમે તૈયાર છીએ. તેમનુ હિત અમારી સરકારમાં સર્વોચ્ચ પ્રાથમિકતામાં એ રહ્યું છે. જે ભ્રમ ફેલાવે છે, જેઓ ખેડૂતોના ખભા પર બંદૂર ફોકે છે, દેશના તમામ જાગૃત ખેડૂતો તેમને પણ પાછળ પાડી દેશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here