પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો પોતાનો જીવન નિર્વાહ મુખ્યત્વે બે વ્યવસાયો પર રાખી જીવન ગુજરાતા જોવા મળે છે એક તો ખેતી અને બીજું પશુપાલન. આદિકાળથી આજના કહેવાતા સભ્યસમાજના માનવી પોતાની જરૂરિયાતો ખેતીમાં શોધવાનો પ્રયત્નરત રહ્યો દેખાય છે.

ખેતીના સમય-સમય પર થયેલા પરિવર્તન અને વિકાસએ આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં આર્થિક અને સામાજિક વિકાસમાં કેટલાંક અંશે બદલાવ લાવવામાં કારણભૂત બન્યા છે.આ વાત દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામ્યપ્રદેશના ગામડાઓની છે જ્યાં ખેતી અને ખેડૂતોની હંમેશા ઉપેક્ષા થઇ છે. સંશોધનો પણ ઓછા થયા છે. જયારે આપણે કૃષિ પ્રધાન દેશ હોવાનું ગૌરવ લેતા હોઇએ ત્યારે કોઇ પ્રદેશની ખેતીની ઉપેક્ષા થાય તે ન ચાલે. જો કે હમણાં સુધી પરંપરગત ખેતી કરતો અહીંનો આદિવસી ખેડૂત હવે કરવટ બદલી ચૂકયો છે.

ખેતીમાં આધુનિકતાને અપનાવતો તથા તેમાં અમુક અંશે સફળતા મેળવતો થયો છે. પ્રદેશના ગ્રામ્ય ખેડૂતો ખેતીની નવીન તકો અને પડકારોને અવસરમાં ફેરવવા પ્રયાસરત બન્યા છે. પ્રદેશના ખેડૂતો પોતાના જીવનને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેને માટે સારી ખેતી તેનો આધાર છે. તેને આશા છે કે આવતીકાલની સવારો તેમની કલ્પનાઓ અને સપનાઓને સાકાર કરશે.

દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો આદિવાસી ગ્રામ્ય વિસ્તાર ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. તેમ છતા પણ આજે આ પ્રદેશમાં આદિવાસી ખેડૂતોમાં વ્યવસાય તરીકે પશુપાલન સ્વીકાર મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. પશુપાલન હાલના સમયમાં ગરીબ આદિવાસી ખેડૂતોને આજીવીકામાં ફેરબદલ કરી રહ્યો છે રખી આપે છે. આ પ્રદેશમાં મુખ્યત્વે ખેડૂતો પાસે વિવિધ જાતોની ગાયો, બળદ તથા મહેસાણી ભેંસ જેવા મુખ્ય પશુધન જોવા મળે છે આ ઉપરાંત બકરાં તથા અશ્વ અને મરઘાં પણ ઉછેરતા દેખાય છે.

વર્તમાન સમયમાં આદિવાસી ખેડૂતોના ગરીબી નિવારણ તથા સામાજિક આર્થિક ઉત્થાન માટે પશુધન વ્યવસાય અસર કારક સાધન બની રહેલ છે. આ પ્રદેશના ગામડાઓના ગરીબ ખેડૂતને અવાર-નવાર ખેતી નિષ્ફળ બને છે ત્યારે આ સમય દરમિયાન પશુપાલનએ આર્શિવાદરૂપ વ્યવસાય બન્યાનું તેમનું કહેવું છે. આ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય પ્રદેશના આદિવાસી ખેડૂતોના આ બે વ્યવસાય અપનાવના નિર્ણય કેટલાંક અંશે તેમના જીવન ધોરણોમાં પરિવર્તન આણ્યું છે એમ કહી શકાય (દક્ષિણ ગુજરાતના પત્રકારત્વના બદલાયેલા પ્રવાહો વિષય પર કરેલા અભ્યાસમાં ખેડૂતોની લીધેલી મુલાકાત પરથી તારણ)

BY અવિ પટેલ