નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના આંદોલનનો આજે 40મો દિવસ છે. આ દરમિયાન વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સાતમાં રાઉન્ડની વાતચીત થઈ હતી. ત્રણ કલાક ચાલેલી આ વાતચીતમાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. એમએસપી અને કાનૂન પરત ખેંચવાના મુદ્દા પર કોઈ ઉકેલ આવ્યો નથી. હવે આગામી વાતચીત 8 જાન્યુઆરીના રોજ થશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલ મંત્રી પીયુષ ગોયલે સરકારી અધિકારીઓ અને ખેડૂતોના પ્રતિનિધિઓએ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે બે મિનિટનું મોન રાખ્યું હતું. વાતચીત સફળ નહીં રહેવાની સ્થિતિમાં કિસાન નેતાઓએ આગળની રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. કિસાન સમન્વય સમિતિએ કહ્યું કે માંગણી ના માનવામાં આવી તો દિલ્હીમાં ચારેય તરેફ રહેલા મોર્ચાના ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ઘુસીને ટ્રેક્ટર ટ્રોલી અને બીજા વાહનો સાથે કિસાન ગણતંત્ર પરેડ કાઢશે.

આ પહેલા 30 ડિસેમ્બરે સરકાર અને 41 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં બે મુદ્દા વિજળી બિલ અને પરાલી બિલ પર સહમતી બની હતી. આંદોલનકારી ખેડૂતો ત્રણ કૃષિ કાનૂનો રદ કરવાની માંગ પર અડગ છે.