કપરાડા તાલુકાના કેતકી ગામમાં લાયન્સ લક્બ અને મહિલા મંડળ દમણ દ્વારા કેતકી, ઉમળી, કાસટુનિયા, અસ્ટોલ, દહીંખેડ અને કરચોંડ આમ, છ ગામડાઓના ૩૧૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી, આ સમગ્ર આયોજન લક્ષમણ જનાથીયા-વારોલી જંગલ, ગજુ કરદોડીયા – દહીંખેડ, ઈશ્વર તુમડાં-કેટકીના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો.

કેતકી ગામમાં લાયન્સ ક્લબ અને મહિલા મંડળ દમણ દ્વારા કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે માટે જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી વૃધ્ધ લોકોને ધાબળા, પુરુષો તેમજ મહિલાઓને કપડા અને નાના બાળકોને બિસ્કીટ અને પાણીની માટેની બોટલો તેમજ દરેક લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા ફરજીયાત માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

લાયન્સ ક્લબ દમણ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, જે વિદેશમાં પણ કાર્યરત છે, આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના જુદા જુદા ગામડાઓમાં જઈ જરૂરિયાત મંદ લોકોને સહાય કરી રહી છે. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, આગેવાનો, લાયન્સ ક્લબ પ્રમુખ અને તેમની ટીમના સભ્યો તેમજ મહિલા મંડળ દમણની બહેનો હાજર રહી હતી.

BY. બિપીન રાઉત