અમેરિકી સંસદ ભવન પર ડોનાલ્ડ ટ્રંપના હજારો સમર્થકોએ બુધવારે હુમલો કર્યો અને પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તે માટે, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રંપનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દીધું છે.

બુધવારે થયેલી હિંસા બાદ ટ્વિટરે ટ્રંપનું એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક કરી દીધું હતું. આ સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ઘણા ટ્વિટ હટાવી દેવામાં આવ્યા હતા. હવે ટ્વિટરે ડોનાલ્ડ ટ્રંપનું એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટરે કહ્યું આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ટ્વિટરે કહ્યું ડોનાલ્ડ ટ્રંપના @realDonaldTrump એકાઉન્ટના હાલના ટ્વિટને જોયા બાદ અમે તેમના એકાઉન્ટને સ્થાયી રૂપથી હિંસાને વધારે ભડકાવવાના જોખમને જોતા સસ્પેન્ડ કર્યું છે. ટ્વિટર સેફ્ટીએ આ સંદર્ભમાં એક બ્લોગને ટ્વીટ કર્યો છે, જે મુજબ, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હિંસા ભડકાવાના જોખમને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદ ભવન પર હુમલો કર્યો હતો, જે દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસામાં કુલ 5 લોકોનાં મોત થયાં હતાં.