કપરાડા: કપરાડા અને ધરમપુરના જંગલોમાં છેલ્લા કેટલાક સમય થી ખેર ચોરી આમ બની છે ત્યારે તેને રોક લગાવવા માટે જંગલ વિભાગ દ્વારા કમર કસવામાં આવી રહી છે આજે વહેલી પરોઢિયે 4 વાગ્યે એક મારુતિ વેન ઉપર શંકા ને આધારે પીછો કરતા પાનસ વાંગણ ફળીયા નજીક વાન ચાલક વાન મૂકી અંધારા નો લાભ લઇ નાસી છૂટ્યા હતા જ્યારે વાન માંથી 0.681 ઘન મીટર જેટલો ગેરકાયદે લઇ જવાતો ખેરનો જથ્થો જંગલ વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે.

નાનાપોંઢા રેંજ ફોરેસ્ટ ઓફિસર અભિજીત સિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક મારુતિ વેન નંબર GJ 5  JD 6923 શંકા જતા પીછો કર્યો હતો વાહન ચાલક ને વેન ઉભી રાખવા માટે અનેક પ્રયત્ન કરવા છતાં વેન ચાલકે વેન ઉભી ન રાખી અને પુર ઝડપે હંકારી ગયો હતો રેન્જ ફોરેસ્ટ અધિકારી એ અને તેમની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને પાનસ વાંગણ ફળીયામાં તક જોઈ વેન ઝડપી પડતા વેન ચલાક રોડ ઉપર વેન મૂકી ને અંધારા નો લાભ લઇ ભાગી છૂટ્યો હતો જે બાદ ફોરેસ્ટ ની ટીમે વેનમાં થી ખેરના લાકડા નો જથ્થો કબ્જે કર્યો હતો જેની ગણતરી અને માપણી કરતા અંદાજીત 681 ઘન મીટર લાકડા નો જથ્થો જેની અંદાજીત કિંમત 12,939 અને મારુતિ વેન ની કિંમત અંદાજીત 50 હજાર મળી 62,939 નો મુદામાલ જંગલ વિભાગે કબ્જે કર્યો હતો.

નોંધનિય છે કે ખેરની તસ્કરી કરનાર દ્વારા મારુતિ વેનની પાછળના ભાગે આવેલી તમામ શીટ કાઢી નાખી બારી ઉપર કપડાંના પડદા લગાવી દેવાયા હતા.