નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોએ બુધવારે હરિયાણાના ફરીદાબાદ સેક્ટર -૧૨ માં એકઠા થયા હતા, કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાયદા રદ કરવાની માંગ કરી હતી. ખેડુતોએ નાયબ તહસીલદારને આવેદનપત્ર આપીને MSP લાગુ કરવાની માંગને પણ પુનરાવર્તિત કરી હતી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને આગામી આદેશો સુધી સ્થગિત કરી કોર્ટે વાટાઘાટ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. મળેલી વિગતો અનુસાર કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ પરનો મડાગાંઠ હજી અકબંધ રહી હતી. કાયદાઓ રદ કરવા પર અડગ રહેનારા ખેડૂતોએ આ મુદ્દે સરકાર સાથે સરહદની લડતની ઘોષણા કરવામાં આવી છે. આજે દિલ્હીની સરહદો પર ખેડુતોનું આંદોલન આજે ૪૯મો દિવસ છે.

ખેડૂતોની માંગણી વિષે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો પાછો લેવામાં આવશે નહીં, તેમાં સુધારો શક્ય છે. જ્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે નવા કાયદા MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ અને મંડી પ્રણાલીનો અંત થઇ જશે. અને મોટા કોર્પોરેટ્સ પર આધારીત બનશે.