ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ પ્રાયોગિક પરીક્ષા ૩૦મી માર્ચ, ૨૦૨૧થી શરૂ થનારી છે.

મળતી માહિતી પ્રમાણે આ પ્રાયોગિક પરીક્ષામાં સુરત શહેર સહિત ગામડાના મળી ૧૬ હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેનારા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરૂ જણાવે છે. બોર્ડની પ્રાયોગિક પરીક્ષા માર્ચની જગ્યાએ એપ્રિલ અંતમાં કે પછી મેમાં લેવાય તેવી માંગ કરાવામાં આવી રહી છે.

કારણ કે, ૨૩-૨૬ ફેબ્રુઆરી, ૧૫-૧૮ માર્ચ, ૨૭-૩૦ એપ્રિલ અને ૨૪-૨૮ મેએ લેવાશે. આમ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પ્રાયોગિક પરીક્ષા કે JEEનો અભ્યાસ કરવો તે મામલે મુંઝવણ ઊભી થયેલી જોવા મળે છે.  સરકારનું કહેવું છે કે આવનારો સમયમાં સ્થિતિ વિકટ લગતા આ નિર્ણય બદલાઈ પણ શકે છે.