VTV ફોટોગ્રાફ્સ

આવનારા સમયમાં તમે પણ VTV સાથે બની શકશો કરોડપતિ. હા, સાચે જ કારણ કે VTV ન્યૂઝ ચેનલ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે જેનું નામ છે ‘સવાલોના સવા કરોડ’. ન્યૂઝ ચેનલ પર સૌ પ્રથમવાર રિયાલીટી શો શરૂ થઈ રહ્યો છે. આ શોનું સંચાલન રંગમંચના જાણિતા અભિનેતા અને નિર્માતા સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા થશે. કાર્યક્રમની શુભ શરૂઆત તન્વી પ્રોડક્શન લિમિટેડ દ્વારા થઈ રહી છે. ગુજરાત સહીત દેશ અને વિદેશના લોકો પણ આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.

ગુજરાતના લોકો માટે ગુજરાતી ભાષામાં આ સૌપ્રથમ મોટો રિયાલીટી શો છે. જેના બધા સવાલો જવાબો પણ ગુજરાતી ભાષામાં હશે. આ શોના હોસ્ટ ગુજરાતના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા છે. આ શો ગુજરાતની શ્રેષ્ઠ માહિતી આપતા VTV ગુજરાતી પર સાંજે ૯:૩૦થી ૧૦:૩૦ કલાકે પ્રસ્તુત કરવામાં આવશે. આ શોમાં ભાગ લેવા માટેના નિયમો એકદમ સરળ છે. જે કોઇ ભારતના નાગરીક હોય અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય અને તેમની ઉંમર ૨૦૨૦ પૂર્ણ થતા ૧૬ વર્ષ કે તેથી વધુની હોય તે લોકો આ શોમાં ભાગ લઇ શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રજીસ્ટ્રેશન લાઇન ઓપન કરવામાં આવશે. જે તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧થી ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. શોમાં ભાગ લેવા માટે તમારે www.sscgujarat.com પર લોગઇન કરી અથવા SSC Gujarat એન્ડરોઇડ અને iOS એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જ્યારે તમે વેબસાઇટ અથવા એપ્લીકેશન પરથી રજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને એક રજીસ્ટ્રેશન ID તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ દ્વારા મળશે. જે ભવિષ્યમાં આગળના રાઉન્ડમાં આગળ વધવા માટે ઉપયોગી બનશે.