પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી જીલ્લાના કરાર આધારિત કર્મીઓ ઓના પડતર મુદ્દે ગઈ કાલે વાંસદા તાલુકા વિશ્રામ ગૃહમાં ધરણા પર બેઠા હતા જેમાં વાંસદા સાથે બીજા બે તાલુકાના આરોગ્યકર્મીઓ જોડાયા હતા

વાંસદા ચીખલી ખેરગામના આરોગ્યકર્મી દ્વારા આ ધરણા યોજવામાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે વાંસદામાં કોરોના વેક્શીન આપવાના એક દિવસ પહેલા અંદાજીત ૨૫૦ થી વધુ આરોગ્ય કર્મીઓ પ્રતિક ધરણા પર બેઠા હતા જેમાં એરીયર્સ તેમજ પગાર સમય સર ન મળે તો આવનારા સમયમાં આંદોલન ઉગ્ર કરવાની વાતો કરવામાં આવી હતી

આ ધરણા કાર્યક્રમમાં નવસારી જીલ્લાના એમ પી એચ ડબ્લ્યુ એફ એચ ડબ્લ્યુ વોર્ડ બોય વોર્ડ આયા ડ્રાઈવર તેમજ લેબટેકિનશિયન   તેમજ સ્ટાફ નર્સ જોડાયા પ્રતિક ધરણામાં જોડાયા હતા

ધરણામાં જોડાયેલા આરોગ્ય કર્મી હેતલ ગાંવિતનું કહેવું છે કે બે મહિનાથી અમારી સેલેરી નથી થતી એના માટે અમે ધરણા પ્રદર્શન માટે આવ્યા છે અમે જીલ્લા પંચાયતમાં પણ અરજીઓ કરી હતી તે પણ સ્વીકારવામાં આવી નથી આરોગ્ય કર્મીઓ કોરોના વોરીયર્સ તરીકે ઓળખયા અને આટલી બધી કામગીરી કરી તો પણ અમને પગાર મળતો નથી.

શું ધરણાથી આ ત્રણેય તાલુકાના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા વહીવટી તંત્ર તજવીજ હાથ ધરશે ખરું ?આ મુંઝવણ અને મુદ્દો આવનારા સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરશે તેના ચિતાર સમય જ ચિતરશે.