કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ યુકે સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા સામે કેસ નોંધ્યો છે. ડેટા ચોરી કરવા બદલ 5.62 લાખ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટા ચોરી કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ જ કેસમાં સીબીઆઈએ યુકેની અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સીબીઆઈ ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા ચોરીના કેસની તપાસ કરશે.

સીબીઆઈના જવાબમાં સોશિયલ મીડિયા કંપનીને કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ સાયન્સ રિસર્ચ દ્વારા ગેરકાયદેસર રીતે 5.62 લાખ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટા જમા કર્યો અને તેને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યો હતો. એવો આરોપ છે કે કેમ્બ્રિજ એનાલિટિકાએ આ માહિતીનો ઉપયોગ ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2018 માં, ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ્સે પૂર્વ કર્મચારીઓ, સહયોગીઓ અને કેમ્બ્રિજ એનાલિટિકાના દસ્તાવેજોના સંદર્ભ કહ્યું હતું કે, ફર્મના 5 કરોડથી વધુ યુઝર્સની પરવાનગી લીધા વગર તેમની ફેસબુક પ્રોફાઈલથી વ્યક્તિગત માહિતી એકઠી કરી હતી. આ મામલે કેસ નોંધ્યા બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.