પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચે જિલ્લા વહીવટી તંત્રને તમામ તૈયારી પૂર્ણ કરવા આદેશ કરી દીધો છે. મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ ૨૭થી ૩૦ જાન્યુઆરીમાં જાહેર થવાની સંભાવના છે અને ૨૫ ફેબ્રુઆરી સુધીમાં મતદાન પણ પૂર્ણ થઇ જશે.

વર્તમાન પરિસ્થિતિના પગલે રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની બધી જ ચૂંટણીઓની મુદ્દતમાં ત્રણ માસનો વધારો કર્યો હતો, પણ હવે કોરોના પર અંકુશ મેળવવા માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે તેમજ હવે ત્રણ માસની મુદ્દત પણ થોડા વખતમાં પૂર્ણ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને ચૂંટણી માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લેવા તાકીદ કરી દેવામાં આવી છે.

લગભગ ૨૭થી ૩૦ જાન્યુઆરી દરમિયાન ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેરાત કરવા પત્રકાર પરિષદ બોલાવે એવી સંભાવના છે. યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.