ભારતીય શેરબજાર નિયામક સેબીએ દેશની અગ્રણી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. HDFC બેન્ક ઉપર આરોપ મૂકાયો છે કે તેણે સ્ટોક બ્રોકર BRH વેલ્થ ક્રેટર્સની જામીનગીરીને ગીરવે મૂકી છે. આથી નિયામકના ઇન્ટરિમ ઓર્ડરનું ઉલ્લંઘન થયુ છે.

સેબીએ તે ઉપરાંત HDFC બેન્કને એવો પણ નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી ક્લાયન્ટના ઇશ્યૂનું સેટલમેન્ટ નહી થાય ત્યાં સુધી 158.68 કરોડ રૂપિયા 1 ટકા વ્યાજ સાથે એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે. આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે HDFC બેન્કે એ સેબી તરફથી 7 ઓક્ટોબર 2019નો BRH વેલ્થ ક્રિયેટર્સ અને અન્ય કંપનીઓ વિરુદ્ધ જારી ઇન્ટરિમ ઓર્ડરનું પાલન ન કરતા જામીનગીરીઓને ગીરવે મૂકી દીધી.

વચગાળાના આદેશમાં સેબીએ BRH વેલ્થ ક્રિયેટર્સની સિક્યોરિટીઝમાં કોઇ પણ પ્રકારના અંડરટેકિંગ કે ગતિવિધી કરવાની મનાઇ ફરમાવી હતી. સેબીએ કહ્યુ હતુ કે, તેની એસેટ્સનો ઉપયોગ માત્ર નાણાં કે જામીનગીરીની ડિલિવરીમાં જ કરવામાં આવશે. એવામાં એસેટ્સ એટલે કે BRHની સંપત્તિઓ અને એવી જામનગીરીઓ પણ શામેલ હશે જે ગિરવે મૂકીને નાણાં એક્ત્ર કરવામાં આવ્યાછે. તેની સાથે જ સેબીએ બેન્ક અને ડિપોઝિટર્સને પણ કહ્યુ હતુ કે તેઓ BRHના એકાઉન્ટ કે ડીમેટ એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની ચુકવણી ન કરે.

સેબીને જાણવા મળ્યુ છે કે, 14મી ઓક્ટોબર 2019ના રોજ HDFC બેન્કે BRH વેલ્થ ક્રિયેટર્સની જામીનગીરીઓ ગીરવે મૂકીને 158.68 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે સેબીએ 7 ટકાના વ્યાજ સાથે આ રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.