પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ આસિસ્ટન્ટ, સાઇડીંગ ઓફિસર કર્મચારીઓ સહિત કુલ-85 જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલ તબક્કાવાર તાલીમી આયોજન માટે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.

રાજપીપલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમવર્ગમાં EVM રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM અંગે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.