વાંસદા: વર્તમાન સમયમાં પ્રત્યેક લોકો એવું જ વિચારે અને ઇચ્છે છે કે, ઘરમાં એયર કંડીકશન હોય, પણ કદાચ ઘણાં લોકોએ વાતથી અજાણ હશે કે બેડરૂમમાં સુખદ નિંદ્રા માટે એક એયર કંડીશન નહીં પણ ઘર નજીક એક વૃક્ષ હોવું જરુરી છે. એક વૃક્ષ પોતાની આસપાસના ક્ષેત્રમાં એટલી ઠંડક પેદા કરે છે, જેટલી એક એરકંડીશન લગાતાર ર૦ કલાક ચલાવવાથી મળે છે. તેથી ઘર નજીક જો એક વૃક્ષ લગાવવામાં આવેલું હશે તો A C ચલાવવાની જરૂર નહીં પડે, પર્યાવરણનું જતન કરવાના મુદ્દે વૃક્ષ જેટલું જુનુ હોય છે તેટલું જ વધારે કામ કરે છે. ૩૦ વર્ષ જુનુ વૃક્ષ નવા લગાવવામાં આવેલા વૃક્ષોની તુલનાએ ૭૦ ગણુ વધારે કામ કરતુ હોય છે.

ઉલ્લેખનીય છે કે ‘વૃક્ષ’ એટલે પ્રકૃતિએ મનુષ્યને આપેલી જીવાદોરી આ વાતથી લગભગ દરેક વ્યક્તિઓ નકારી ન શકે તેમ છતાં આજે લોકો પોતાના વસવાટને જ ઘ્યાનમાં રાખીને જંગલો સાફ કરતા ગયા છે. અને તેના અત્યંત જટિલ પરિણામો આપણી સામે જ છે. આજે વૃક્ષોના સફાયાના કારણે સર્જાયેલા પરિણામો, પ્રકૃતિનું અનિયમન, અસહ્ય તથા જંગલી પશુઓનું શહેર તરફ પ્રયાણ જેવી અનેક બાબતો ખરેખર આપણા માટે ચિંતાજનક પ્રશ્ન છે.

આજે આપણે ‘વૃક્ષો’નું માનવજીવન માટે મહત્વ, તેનું યોગદાન અને ખાસ વૃક્ષની વિશેષતા વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવી ખુબ જ જરૂરી છે. આજે માનવી દ્વારા દુનિયાના ૮૦ ટકા જંગલોનો સફાયો કરી દેવાયોના સમાચાર મળી રહ્યા છે. અંગ્રેજોના આગમન પૂર્વે ઉત્તર ભારત વધારે પડતાં જંગલોથી ધેરાયેલું હતું. એક સાધારણ વૃક્ષ પ્રતિદિન પાંચ માનવ શરીરને શ્વાસ લેવા માટે ઓકિસજનની આપૂર્ણિ કરે છે. એક વૃક્ષ એક વર્ષમાં જેટલો કાર્બન ડાયોકસાઇડ લે છે, તેટલો કાર્બન એક કાર ૪૧, ૬૦૦ કી.મી. ચાલ્યા પછી પેદા કરે છે. એક વૃક્ષ પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન લગભગ ૧૦૦૦ કિલો કાર્બન ડાયોકસાઇડનું અવશોષણ કરતુ હોય છે.

અભ્યાસ દ્વારા મળેલી જાણકારી એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હોય અને જો તે પોતાના બેડ પરથી લીલાછમ વૃક્ષો નિહાળે તો તેની તબિયતમાં ઝડપી સુધારો થાય છે. વૃક્ષ પોતાના ૧૦ ટકા ખોરાક માટીમાંથી જયારે ૯૦ ટકા હવામાંથી મેળવી લે છે. વિશ્વભરમાં વૃક્ષોની ર૦,૦૦૦ પ્રજાતિઓ છે. જેમાંથી સૌથી વધારે પ્રજાતિઓ ભારત છે.

એવું કહેવાય છે કે વૃક્ષો કયારેય પોતાની ઉમર વધવાથી એટલે કે જુનુ વૃક્ષ તેના જુનવાણી હોવાથી નહીં પણ તેમાં બીમારી, કીડાઓ લાગવાથી અને મનુષ્યોના કારણે મરે છે. કલકતામાં એક વૃક્ષ છે જેનું આયુષ્ય ર૦૦૦ વર્ષથી પણ વધારે છે  હવે તમે જ વિચારો કે વૃક્ષો આપણા માટે કેટલા જરૂરી છે આપણે આપણા સ્વસ્થ જીવન જીવવાના સ્વાર્થ સાથે પણ વૃક્ષોના જતનનો નિર્ણય લેવો રહ્યો.