દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

નવસારી: ગ્રામ્ય સ્તરે હાલમાં અકસ્માતનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો ત્યાં જ ગત રોજ ખેરગામ તાલુકાના ભૈરવી ગામે રહેતો યુવાન સોમવારે સાઈકલ લઈને ખેરગામ ધરમપુર રોડ પર ભૈરવી ગામે પેટ્રોલપંપ પર નોકરીએ જઈ રહેલા સાઇકલ સવારને ટેમ્પો ચાલકે ટક્કર મારતાં તેમનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી પ્રમાણે બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઝરા ફળિયામાં રહેતા ગુલાબભાઈ ભીખાભાઇ પટેલ પેટ્રોલપંપ પર કામ કરતા હતા સોમવારે બપોરે નોકરીએ પર જતા હતા.

ગત રોજ બપોરે 2.45 વાગ્યાના સમયે તેઓ ખેરગામ-ધરમપુર રોડ પરથી સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ પાસે પહોંચી સાઈકલને પેટ્રોલ પંપ પાસે પાછળ ધરમપુર તરફથી પૂરઝડપે આવેલા ટેમ્પોના ચાલકે ગુલાબભાઈની સાઈકલને પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજા થતા ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ બનાવ વિષેની વધુ માહિતી ખેરગામ પોલીસ ટેમ્પોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી PSI એસ.એસ.માલએ તપાસ હાથ ધરી છે.