પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજી થઇ રહી છે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાં ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી રહી છે. હરાજીમાં મેક્સવેલ પર સૌની નજર હતી. આવામાં CSK અને RCB વચ્ચે તેને લઇને જંગ માજી હતી. અને આખરે ૧૪.૨૫ કરોડ રૂપિયામાં RCBએ ગ્લેન મેક્સવેલને ખરીદાયો. આ વખતે મેક્સવેલ વિરાટ કોહલી સાથે રમતો જોવા મળશે. હાલ સુધીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજીમાં ક્રિસ મોરીસ સૌથી વધુ ૧૬.૨૫ કરોડમાં વેચાયો છે.

આ ઉપરાંત શાકિબ ઉલ હસનને કેકેઆરે ૩.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શિવમ દુબે ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે ઓક્શનમાં ઉતર્યો હતો અને ૪.૪ કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ૨ કરોડની બેઝ પ્રાઇસ ધરાવનારા મોઇન અલીને ચેન્નઇ સુપર કિંગ્સે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. તે ૨.૨૦ કરોડમાં વેચાયો છે. તેની બેઝ પ્રાઇસ ૨ કરોડ રૂપિયા હતી. જ્યારે ઇંગ્લેન્ડનો વિસ્ફોટક બેસ્ટમેન જેસર રોય ખરીદાયો નથી.

મળેલી માહિતી પ્રમાણે પ્રથમ બોલી કરુણ નાયરની લાગી હતી. તેની બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયા હતી. તેને કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. હરાજીની યાદીમાં ૧૬૪ ભારતીય, ૧૨૫ વિદેશી અને એસોસિએટ દેશોના ત્રણ ખેલાડીઓને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડના હગ એડમીડ્સ હરાજી કર્તાની ભૂમિકામાં રહ્યા છે.