દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ:  અકસ્માતોનો સિલસિલો દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય સ્તરે અટકવાનું નામ જ લઇ ત્યારે ડાંગમાં સાપુતારાથી વઘઇને જોડતા ધોરીમાર્ગ પર બારીપાડા ગામ પાસેના વળાંક વહેલી સવારે દ્રાક્ષનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો 300 ફૂટ નીચે નદીમાં ડેમમાં ખાબકતા ક્લીનરનું મોત અને ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળેલી વિગતો અનુસાર મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો.નં.R J 27.G D2907 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં યુટર્નમાં બુધવારે મળસ્કે 4.30 કલાકે ચાલકને અચાનક ઝોકું આવ્યું અને આઈસર ટેમ્પો રસ્તાની સાઈડમાં આવેલી 300 ફુટ નીચે નદીના પાણીમાં પડયો અને ગંભીર અકસ્માતની ઘટના થવા પામી હતી.

આ અકસ્માતમાં દ્રાક્ષનાં જથ્થા સહિત આઈસર ટેમ્પાનો ખુરદો બોલાઈ જતા માલિકને જંગી નુકસાન થયું અને ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પાના ક્લીનર નિર્ભયસિંહ નારાયણ સિંહનું પાણીમાં આઈસરનાં નીચે દબાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માતનાની જાણ સાપુતારા પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આઈસર ચાલકનાં નિવેદનોનાં આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.