દક્ષિણ ગુજરાત: આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. રસપ્રદ એ છે મતદારો કોની તરફ મતદાન કરશે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતીમાં ટ્વિટ કરીને રાજ્યની જનતાને AAPને એક મોકો આપવાની વાત કહેવા આવી હતી.

તેમણે ટ્વિટમાં એવું લખ્યું છે કે એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને, એટલે કે આમ આદમી પાર્ટીને એક મોકો આપો પછી ગુજરાતને જુઓ.

હાલમાં સ્થાનિક સ્તર પર પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે રાજકીય પક્ષોના કાર્યકરો ખાનગી મીટિંગો કરીને મતદારોને મતદાન કરવા માટે જણાવી રહ્યાં છે. પ્રચાર પડઘમ શાંત થતાં પણ ઉમેદવારી દ્વારા જીતવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નિર્ણય પ્રજા કરશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here