પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

જો આપને કોઈપણ સરકારી કે ગ્રામીણ બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ બેંકોમાં આગામી 4 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને બેન્કિંગ ક્ષેત્રમાં થઇ રહેલું ખાનગીકરણ માટે બેંક સાથે સંકળાયેલા યુનિયનો હડતાલ પર ઉતારવાના છે.

ઉલ્લેખનીય છે કે 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાલ છે, જેના કારણે પણ બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 4 દિવસ સુધી બંધ થઇ જશે.

વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બેંકોના કર્મચારી હડતાલ કરી રહ્યા છે. સરકારી બેંકોને પ્રાઇવેટ કરવાની યોજનાનો આ તમામ કર્મચારી વિરોધમાં છે. આ કારણથી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના યૂનિયને આગામી 15 અને 16 માર્ચે હડતાલ પર જવાની નોટિસ આપવામાં આવી છે. આ હડતાલનું આહવાન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) કરાયું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓના લગભગ તમામ સંગઠન સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ બેંક પણ આ હડતાલમાં હાજર રહશે.

9 બેંક યૂનિયનના કેન્દ્રીય સંગઠન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ બંધનું આહવાન કર્યું છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કામકાજ ઉપર પણ આ હડતાલની અસર જોવા મળશે. ‘યુવા હલ્લાબોલ’ના રાષ્ટ્રીય સંયોજક અનુપમના આ મુદ્દે વાત કરતા કહે છે કે દેશભરની બેંકોમાં 15 અને 16 માર્ચે હડતાલમાં યુવા વર્ગ પણ સામેલ થશે. યુવાઓ દ્વારા ગત 9 માર્ચે જ ટ્વીટર પર ‘હમ દેશ નહીં બિકને દેંગે’ હેશટેગના માધ્યમથી ખાનગીકરણની વિરુદ્ધ કેમ્પેનની શરૂઆત કરી દેવામાં આવી હતી. હવે આ બેંક યુનિયનોના હડતાળ કરવાના નિર્ણયથી આવનારા સમયમાં શું પરિણામ મળશે એ જોવું રહ્યું.