પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ડાંગ: ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન સંચાલિત, ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા શનિવારે સાકરપાતળમાં સબ જુનિયર ભાઈ- બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય દોડવીર અને ગોલ્ડન ગર્લ તરીકે પ્રખ્યાત સરિતા ગાયકવાડે હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો.

મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યની સબ જુનિયર ભાઈ-બહેનોની કબડ્ડી રમતનું આયોજન 13 અને 14 માર્ચ ડાંગ જિલ્લાના સાકરપાતળ ગામમાં કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 25 જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ગતરોજ આ કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન સંચાલિત ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સાકરપાતળ ગામે કબડ્ડી રમનાર રમતવીરો માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે.

આ કબડ્ડી સ્પર્ધાના કાર્યક્રમમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ લાવનાર આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ, ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા સદસ્ય મંગળ ગાવિત, તેમજ ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઈ ગાઇન, ઉપપ્રમુખ કિશોરભાઈ ગાવિત, ખજાનચી મંગલેશભાઈ ભોયે, મંત્રી પ્રદીપ મોર્યા તેમજ મોટી સંખ્યામાં બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.