પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

તાપી:  દક્ષિણ ગુજરાતમાં ગતરોજ તાપી જીલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ વિદ્યાલયમાં તાપી જિલ્લાની ગ્રાન્ટ ઈન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત આવેલા 719 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર તાપી જીલ્લાના ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત 719 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 8 માર્ચથી 13 માર્ચ સુધી દિવસની ચાર બેચમાં 160 ઉમેદવારોને કોલલેટર મુજબ ડોકયુમેન્ટ વેરીફિકેશન વ્યારામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે કરવામાં આવ્યું.

જિલ્લાને ફાળવેલ કુલ 719માંથી 636 ઉમેદવારો હાજર રહી ડોકયુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું હતું જ્યારે 83 ઉમેદવારો ગેરહાજર હતા. તમામ વિગતો રોજેરોજ ઓનલાઈન કરેલ જેમાંથી 71 ઉમેદવારોની વિગતોમાં સુધારા વધારા હોય 15.03.21નાં રોજ ભરતી કમિટિ સમક્ષ લઇ જવાનું જણાવવામાં આવ્યું છે. ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, સરકારી શાળાનાં અનુભવી શિક્ષકોએ સુંદર કામગીરી કરેલ હતી. જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભૂસારાનાં માર્ગદર્શનમાં ખુબ શાંતિપૂર્ણ માહોલમાં ડોકયુમેન્ટ વેરીફિકેશન થયું હતું