સેલવાસ: જાણીતા દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મૃત્યુને લઈને આજે સેલવાસ બંધનું એલાન કરવામાં આવ્યું બંધ ના એલાનના પગલે અહીં કલમ 144 લાગુ કરવામાં આવ્યું. અહી સ્થાનિક પર ડેલકરના આપઘાત કરવા મજબુર કરનાર આરોપીને સજા મળે એ માટે લોકો માંગ કરી રહ્યા છે.

લોકલાડીલા સાંસદ મોહન ડેલકરના અચાનક આપઘાત કરી લેવા પાછળ લોકો રાજકીય દબાણ માની રહ્યા છે અને આ અંગે બને સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોસ છે અને દિવસે દિવસે આરોપીઓને સજા મળે તે માટે કેન્ડલ માર્ચ પૂતળા દહન રેલી યોજી વિરોધ કરી રહ્યા છે. લોકો પોતાના લોકપ્રિય નેતાને ન્યાય મળે એ માટે કોઈપણ સંઘર્ષનો સામનો કરવા તૈયાર બન્યા છે.

આજ રોજ ડેલકરની માસિક પુણ્યતિથિ હોવાથી સેલવાસ બંધનું એલાન કરાયું જેને પગલે આ સ્થળે બંધની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે સવાર થી જ લોકો એ સ્વયં ભૂ દુકાનો બાર રેસ્ટોરન્ટ બંધ રાખ્યા લોકોનો પોતાના નેતાનો ખોયાનું દુઃખ વર્તમાન શોકાતુર પરિસ્થિતિ જોતા ખ્યાલ આવે છે.