પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ
નર્મદા: હાલ  ગુજરાતમાં કોરોના વધી રહ્યો છે અને મહાનગર પાલિકાઓમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ કોરોના કોવીડ 19 ની ગાઇડલાઇન ને લઈને સરકાર અનેક મનમાની કરતી આવી છે. આગામી હોળી ધુળેટીના તહેવાર ઘરમાં રહીને કરવાની અપીલ કરવામાં આવી રહી છે
આ માહોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ધુળેટીના દિવસે સોમવાર હોય મેઇન્ટેન્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો બંધ હોય પરંતુ આજ અધિકારીઓએ જાહેર રજા અને લોકો ધુળેટી ના દિવસે જોવા માટે આવે એ હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય પ્રોજેક્ટ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે એવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યા છે. કેવડિયામાં આવેલ હોટેલ ટેન્ટ સીટી સહીત બધું બુક થવા લાગ્યું છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે ત્યારે આજની તારીખે પણ 5500 વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. 10 જેટલી અન્ય ટિકિટો આવે છે એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી 15 હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે.
ઉલ્લખનીય છે કે હોળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખીને આજ કોરોનાનો વહીવટ કરતા આધિકારીઓ અમદાવાદ, વડોદરા સુરત, રાજકોટ, ભાવનગર સહીતના મોટા શહેરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે કે હોળીની ઉજવણી કરવી હોય તો કેવડિયા આવી જાવ અહીંયા 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે. અહીંયા કોઈ કર્ફ્યુ નથી ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત પ્રોજેક્ટો ખુલ્લા રાખવા હિતાવહ નથી. નર્મદા જિલ્લા પ્રશાસનને આ અંગે વિચારણા કરવી જોઈએ અને ગુજરાત ફળી કેસ વધી રહ્યા છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવું કેટલું યોગ્ય ?
by- ચિરાગ તડવી