પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વર્તમાન સમયમાં પોતાની ખેતીમાં કરેલા પાકોનો ભાવ ખેડૂત મળતો નથી ત્યારે દરેક ખેડૂત વિચારે છે કે પોતાના પાકોનું તેને વળતર મળે પરંતુ મોટા પ્રમાણમાં આ બનતું નથી ત્યારે ખેડૂત નિરાશ બની જાય છે  પણ જો માત્ર 15000 રૂપિયામાં તુલસીની ખેતી કરવામાં આવે તો લાખો રૂપિયા કમાઇ શકાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તુલસીની ખેતી કરવા માટે તમારે કોઇ ખાસ બજેટની પણ જરૂર નહી પડે અને સાથે જ તેની માગ પણ ખુબ છે. આજકાલ તો ઘરમાં પણ તુલસીના છોડ જરૂર હોય છે. કારણ કે ધર્મની સાથે સાથે દવાઓમાં પણ તે કામ લાગે છે. ખેડૂત કોન્ટ્રાક્ટ દ્વારા પણ આ પ્રકારના ફાર્મિંગમાં જંપલાવી શકે છે.

આ તુલસીની ખેતીના વાવણીના 3 મહિના બાદ તુલસીનો પાક 3 લાખ રૂપિયામાં વેચાઇ જાય છે. માર્કેટમાં રહેલી કેટલીક આયુર્વેદિક કંપનીઓ જેમકે ડાબર, વૈધનાથ, પતંજલિ વેગેરે કોન્ટ્રાક્ટ પર તુલસીની ખેતી કરાવે છે.