વ્યારા: તાપી જિલ્લાના વ્યારા કોવિડ-૧૯ હોસ્પિટલ છેલ્લા બે દિવસથી વિવાદમાં ફસાઈ છે. ગત રોજ સોનગઢના નાના કાકડકૂવામાં કોરોનાગ્રસ્ત શિક્ષકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી શંકાસ્પદ મોત થવાની ચકચારી ઘટનાને તબીબ સામે આરોગ્યલક્ષી સારવાર અંગે બેદરકારીના આક્ષેપો સામે આવી રહ્યા છે.

દર્દીને સવારે જ હોસ્પિટલમાં દાખલ કર્યો ને ગણતરીના કલાકમાં આ દર્દીનું મોત થયાની જાણ થતાં પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જેમાં જીવિત દર્દીને મૃત બતાવી પધરાવવાની સમગ્ર ઘટનામાં ફરજ પરના તબીબની આવી અત્યંત ગંભીર ગણી શકાય તેવી બેદરકારી બહાર આવી હતી.

આટલું ઓછું હોય તેમ તબીબોએ જીવિત આ દર્દીના મોત અંગેના સર્ટિ.માં સહી કરી દીધેલો કાગળ પણ દર્દીના સગાને આપી દીધો હતો. મૃતક વ્યક્તિનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.