પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: હાલમાં જ ધૂળેટી પર્વ ઉજવ્યા બાદ વાપી હરિયા પાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં કેટલાક તરુણો નાહવા પડયા હતા જેમાંથી પાંચ જેટલા તરુણોને ડૂબતા જોઈને અન્ય સ્થાનિક લોકો એ તાત્કાલીક પહોંચી જઇ ત્રણ યુવાનોને નદીના માંથી બહાર કાઢી બચાવી લીધા હતા જયારે બે તરુણોને શોધવા વાપી રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી.

મળેલી વિગત અનુસાર ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે દમણગંગા નદીમાંથી બે તરુણોને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા પણ અંધારું થઈ જતા બાળકોને શોધવામાં તકલીફ ઊભી થઈ હતી. વાપી GIDCની ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ડૂબેલ બંને તરુણોને શોધખોળ આદરવામાં આવી છે.

આ ખુશીના તહેવાર પર આવી દર્દ નાયક આ બનાવને કારણે વાપીના સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી મચી જવા પામી છે. આગળની તપાસ ચાલુ છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here