પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત રહેશે.

ગુજરાતમાં પ્રવેશનારા લોકોની પણ તપાસ અમીરગઠ, થરાદ અને ધારેનારી ચેકપોસ્ટ પર બનાસકાંઠા ચેકપોસ્ટ પર કરવામાં આવશે. બીજી તરફ મધ્યપ્રદેશથી ગુજરાત આવી રહેલા પ્રવાસીઓએ પણ દાહોદ જિલ્લા પોલીસે ચેકિંગ કરવાનું રહેશે. તેમની પાસે RTPCR 72 કલાક જુનો ફરજીયાત હોવો જોઇએ. આમ છતા ગુજરાતમાં પ્રવેશનારા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે.

RTPCR ટેસ્ટ નેગેટિવ નહી હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી શકાશે નહી. આ માટે ગુજરાતમાં ખંગેલા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીં પોલીસ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.